આ બધાની વચ્ચે સુરતના મ્યુનિસિપલ કમિશ્રર બંછાનિધિ પાનીએ સૂચન કર્યું છે કે, કોરોનાના કારણે હીરા ઉદ્યોગ બંધ રહે તો આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય નહીં રહે. કોરોના સંક્રમણ કેવી રીતે ઘટે એ અંગે ચર્ચા કરવી જોઇએ. કમિશનર દ્વારા કેટલીક જાણકારી આપવામાં આવી છે. હીરા ઉદ્યોગમાં પોઝિટવ આવે તો એ યુનિટનો વિભાગ બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત હીરાના કારખાનાની કેન્ટીનમાં જમવાનું ન આપવામાં આવે તેમ પણ જણાવાયું છે. એટલું જ નહીં, શિફ્ટમાં કામકાજ કરવા પણ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી છે. હીરા ઉદ્યોગને બે કે ત્રણ શિફ્ટમાં ચાલુ રાખવા સૂચન અપાયું છે. કોરોનાનું સંક્રમણ ન થાય તે અંગે કમિશ્નરે સલાહ-સુચન આપ્યા છે.