સુરતઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે અત્યાર સુધીના સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3036 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,796  એક્ટિવ કેસ છે, જ્યારે 78,913 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,704 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 97,745 પર પહોંચી છે.


હાલ રાજ્યમાં સૌથી વધારે કેસ ડાયમંડ નગરી સુરતમાં નોંધાઈ રહ્યા છે. સુરત કોર્પોરેશનમાં આજે કોરોનાના 174 અને સુરતમાં 115 કેસ નોંધાયા હતા. કુલ મળીને સુરતમાં 289 કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાંથી 168 અને સુરતમાંથી 83 મળી 251 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સુરતમાં 4 અને સુરત કોર્પોરેશનમાં 2 મળી આજે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 42 ટકા મોત માત્ર સુરતમાં જ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1131 દર્દી સાજા થયા હતા અને 78,070 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 24,09,906  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.73 ટકા છે.

Gujarat Corona Cases Update: રાજ્યમાં પ્રથમ વખત 1300થી વધુ નવા કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 97 હજારને પાર

ખેડૂતો અને રાજ્ય માટે રાહતના સમાચાર, વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાતા નહીં પડે ભારે વરસાદ