સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોના કહેર વધ્યો છે. શાળા-કોલેજો સુપર સ્પ્રેડરની ભૂમિકામાં છે. સ્કૂલ-કોલેજોમાં કોરોનાની એન્ટ્રી થતાં સુરત કોર્પોરેશન હરકતમાં આવી ગયું છે. તેમજ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.


સુરત કોર્પોરેશન કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે,  SOPનું પાલન નહીં કરનાર  શાળા કોલેજને બંધ કરવામાં આવશે. ગૃહિણી વધારે કોરોના પોઝિટિવ નોંધાઈ રહી છે. પહેલા 70% પુરુષો અને 30% મહિલાઓ પોઝિટિવ હતા.  શાળા કોલેજમાં ટેસ્ટિંગ કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.