Surat: સુરતમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, નવરાત્રીમાં ઘટેલી ઘટના બાદ ફરી એકવાર શહેરમાં તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક માસુમ બાળકી પર સંબંધીએ જ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર ઘટનામાં માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવીને સંબંધીએ જ બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનુ કૃત્યુ આચર્યુ હતુ.


સુરત શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક માસુમ બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઘટનાની વિગતો એવી છે કે, કાપોદ્રાના ચોક બજાર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં જ્યારે માતા-પિતા ખરીદી કરવા બજાર ગયા હતા, આ દરમિયાન 19 વર્ષીય સંબંધી યુવક મનિષ બાબરિયા આ તકનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યુ હતુ. સંબંધી યુવકે માસુમ બાળકી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, આ સમયે પાડોશી જોઇ જતાં સમગ્ર ઘટનાનો ભાંડાફોડ થયો હતો. દુષ્કર્મ આચરનારા યુવક મનિષ બાબરિયાને લોકોએ પકડીને માર માર્યો હતો. હાલમાં આ મામલે ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે.


મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ


ઉત્તર પ્રદેશના  આગ્રામાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે જણાવ્યું કે એક શિક્ષિકાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા અને તેને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ચાર વિદ્યાર્થીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મથુરાની એક શાળામાં કાર્યરત મહિલા શિક્ષિકા આગ્રાના 10મા ધોરણના એક વિદ્યાર્થીને વધારાના પાઠ શીખવી રહી હતી, જે પોતાના અભ્યાસમાં સંઘર્ષ કરી રહ્યો હતો. અમર ઉજાલાના અહેવાલ અનુસાર, ધીરે ધીરે વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા અને છુપી રીતે પોતાના ફોન પર તેનો એક અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. પછી તે વીડિયોનો ઉપયોગ કરીને જબરદસ્તીથી જાતીય સંબંધો બનાવવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યો. જ્યારે શિક્ષિકાએ પોતાને તેનાથી દૂર કરી લીધી અને તેનો નંબર બ્લોક કરી દીધો, ત્યારે વિદ્યાર્થીએ પોતાના ગામમાં પોતાના ત્રણ મિત્રોને અશ્લીલ વીડિયો મોકલીને મામલાને વધુ વણસાવ્યો. આ મિત્રોએ વીડિયોને આગળ શેર કર્યો, તેને વોટ્સએપ પર ફેલાવ્યો. એટલું જ નહીં વાયરલ કરવા માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવી દીધું. શરમિંદા થઈને શિક્ષિકાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, પરંતુ અંતે મિશન શક્તિ અભિયાન કેન્દ્રથી મદદ માંગી. સમર્થન મળ્યા પછી, તેણે મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો.


આ પણ વાંચો


Crime: પ્રેમ માટે પોતાના જ લોહીની તરસી થઈ પાકિસ્તાની છોકરી, માતા-પિતા સહિત 13ને મોતને ઘાટ ઉતાર્યા