Saurashtra Janta Express Train News: સુરતમાંથી વધુ એક મોટી દૂર્ઘટના ટળી છે, પોલીસે સમયસૂચકતા વાપરતાં મોટી ટ્રેન દૂર્ઘટના ટાળી છે, ખરેખરમાં બે શખ્સો દ્વારા સુરતમાંથી નીકળતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો કારસો રચાયો હતો, જોકે, આ મામલે બાતમી મળતા જ રેલવે પોલીસે બે શખ્સોમાંથી એકની ધરપકડ કરી લીધી છે, અને એક ફરાર થઇ ગયો છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સાથેની મોટી દૂર્ઘટના ટળી છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો બે શખ્સો દ્વારા કારસો રચવામાં આવ્યો હતો, આ મામલે હાલમાં પોલીસે એકની ધરપકડ કરી લીધી છે, જોકે, બીજો શખ્સ ફરાર થઇ ગયો છે. 




ખરેખરમાં, ઘટના એવી છે કે, સુરતમાં બે શખ્સો એક લોખંડનો પાઇપ વેચવા ભંગારીયા પાસે ગયા હતા, ભંગારીયાએ પાઇપ ના લીધો અને કાપી પણ ના આપ્યો, જેથી કરીને આ બન્ને શખ્સો આ લોખંડનો પાઇપ કાપવા માટે સુરત રેલવે સ્ટેશનના ટ્રેક પર પહોંચ્યા હતા, આ બન્ને શખ્સોનો ઇરાદો ટ્રેક પર પાઇપ મુકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો હતો. સુરત રેલવે સ્ટેશનથી આ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સાંજે 5.45 કલાકેથી ઉપડીને અમદાવાદ તરફ જઈ રહી હતી, તેવામાં આ બન્ને શખ્સોએ ટ્રેનને સુરત -ઉત્રાણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલવે પોલીસને જાણ થઇ જતાં સમગ્ર કારસાને નિષ્ફળ બનાવ્યુ હતુ. પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી તે સમયે શહેરના કતાર ગામના કાંસાનગર પાસે પે એન્ડ યૂઝ ટૉઇલેટની પાસે ઉભેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો, જેનું નામ રામજી કોરડિયા છે, જોકે, બીજો આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે લોકોના જીવ જોખમમાં મુકવા બદલ આ આરોપીની ધરપકડ કરી છે.