Surat Crime News: સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા ચોરને ઝડપી પાડી છે, ખરેખરમાં, આ ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં સાત વર્ષ પહેલા એક ચોરી થઇ હતી જેમાં મહિલા આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યુ હતુ. આજે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આ કેસને ઉકેલી નાંખ્યો છે. 


માહિતી પ્રમાણે, સુરતમાં સાત વર્ષ પહેલા એટલે કે 2016માં શહેરની એક હૉટલમાં એક મહિલા રોકાઇ હતી, જેનુ નામ આરતીબેન માવજીભાઇ અજુડીયા છે, આરબીબેને તે સમયે હૉટલમાં એક રૂમ બે દિવસ માટે ભાડે રાખીને રોકાઇ હતી, અને બાદમાં જ્યારે હૉટલ છોડી ત્યારે આરતીબેને હૉટલના રૂમમાંથી એક LED ટીવીની ચોરી કરી અને ફરાર થઇ ગઇ હતી. વર્ષ 2016માં આ અંગે વલસાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આરતીબેન છેલ્લા સાત વર્ષથી નાસતી ફરતી હતી. જોકે, આજે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ઘરફોડ ચોરી કરતી મહિલા આરતીબેનને કામરેજથી ઝડપી પાડી હતી.


60 વર્ષીય વૃદ્ધને ગઠીયાએ લાખોનો ચૂનો લગાડ્યો, બૂથમાં જ ATM કાર્ડ બદલીને દોઢ લાખ ઉપાડી દીધા


અમદાવાદમાંથી વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના આનંદનગરમાં એક વૃદ્ધ પાસેથી એક ગઠિયાએ એટીએમ મારફતે દોઢ લાખની છેતરપિંડી કરી છે, હાલમાં પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો એવી છે કે, અમદાદવામાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના ઘટી, શહેરના આનંદનગર વિસ્તારમાં એક 60 વર્ષીય વૃદ્ધ પાસે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો, જેને એટીએમમાં વૃદ્ધ પાસેથી એટીએમ કાર્ડ લઇને બદલી નાંખ્યુ હતુ અને એટીએમ કાર્ડનો પીન જાણી લીધો હતો. આ ઘટના આનંદનગરના પ્રેરણાતીર્થ દેરાસરની બાજુમાં આવેલા SBIના ATM બૂથ પર બની હતી. આ પછી અજાણ્યા શખ્સે વૃદ્ધના બેન્ક ખાતામાંથી એટીએમ મારફતે 1.68 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. હાલમાં આ છેતરપિંડી અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.  


4 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આરોપી ઝડપાયો


સુરતમાં 4.29 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસ મામલે આરોપી બળદેવ સખરેલીયાની ધરપકડ કરવામાં આવી છે. સુરત SOG પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સોનામાં કેવા પ્રકારનું કેમિકલ ભેળવતા સહિતના મુદ્દાની તપાસ કરવામાં આવશે. સુરતમાં 4.29 કરોડ રૂપિયાના ગોલ્ડ સ્મગલિંગ ઝડપાયું હતું. આ કેસમાં 10 મહિના બાદ આરોપી બળદેવ મનસુખ સખરેલિયા ઝડપાયો છે.  પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 


કેસની વિગતો વિશે વાત કરીએ તો  10 મહિના પહેલા એસ.કે.નગર ચોકડી પાસેથી ચાર આરોપીઓ સ્મગલિંગના સોના સાથે ઝડપાયા હતા. તપાસ દરમિયાન આરોપી બળદેવ મનસુખ સખરેલીયાને ગોલ્ડ મંગાવ્યું હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. 10 મહિના પછી આરોપી બળદેવની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી બળદેવને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.