Surat Crime: નાગરિકની સુરક્ષાની વાતો કરતી પોલીસ પણ હવે સુરક્ષિત નથી, આનુ ઉદાહરણ આજે સુરતમાંથી સામે આવ્યુ છે. સુરતમાં વરિયાવ પોલીસ ચોકીમાં જ ચોર ત્રાટક્યા છે. માહિતી પ્રમાણે, અહીં કાદીર શેખ નામના ચોરે પોલીસ ચોકીમાં ઘૂસીને પોલીસનું જ લેપટૉપ અને રસીદની બેગની ઉઠાંતરી કરી હતી, આ પછી આ લેપટૉપને વેચી પણ મારવામાં આવ્યુ હતુ. 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં પોલીસ તંત્ર હવે સુરક્ષિત નથી, તેવુ લાગી રહ્યું છે. શહેરના વરિયાવ પોલીસ ચોકીમાં ચોર ત્રાટક્યા છે. જ્યારે પોલીસ પેટ્રૉલિંગ કરી રહી હતી, ત્યારે ધોળેદહાદે કાદીર શેખ નામના ચોરે વરિયાવ ચોકીમાં ચોરી કરી હતી, ચોરે ચોકીમાં ઘૂસ્યા બાદ કબાટમાંથી લેપટૉપ અને દંડની રસીદની બેગ ચોરી કરી હતી, આ પછી ચોર કાદીર શેખે પોલીસના આ લેપટૉપને 5 હજાર રૂપિયાની કિંમતમાં એક રિક્ષાચાલકને વેચી માર્યુ હતુ. વળી ચોરે ચોરીનું લેપટોપ 5 હજારમાં રિક્ષાચાલકને વેચી માર્યુ હતું. વરિયાવ પોલીસ ચોકી શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, જેથી જહાંગીરપુરા પોલીસે પેટ્રૉલિંગ કર્યુ અને આ દરમિયાન રિક્ષાચાલકને શંકાના આધારે પકડી પાડ્યો હતો, તે પછી બેગની તલાશી લેતા લેપટોપ મળી આવ્યુ હતુ.  


પોલીસે ચીકલીકર ગેન્ગના ત્રણ સાગરિતોને ઝડપ્યા


સુરતમાં પોલીસે એક ચોરી કરતી એક મોટી ગેન્ગને પકડી પાડી છે, અને તેની મૉડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં નકલી ચાવી બનાવીને ચોરી કરનારી ચીકલીકર ગેન્સ પાસેથી પોલીસે 18 ગુનાના ભેદ ઉકેલ્યા છે અને 8.30 લાખનો મુદ્દામાલ પણ કબજો કર્યો છે, આ ચોરી કરનારી ચીકલીકર ગેન્ગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ચીકલીકર ગેન્ગે આતંક મચાવીને મુક્યો છે. નકલી ચાવી બનાવીને શહેરમાં ઠેર ઠેર આ ગેન્ગ દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો, હવે પોલીસે આ આખી ગેન્ગને પકડી પાડી છે અને ચીકલીકર ગેન્ગનો મોટો પર્દાફાશ થયો છે. નકલી ચાવી બનાવીને ચોરી અને લૂંટફાટ કરતી ચીકલીકર ગેંગનો પર્દાફાશનો થયો છે. ચીકલીકર ગેન્ગના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ તમામ પાસેથી 8.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચીકલીકર ગેન્ગ નકલી ચાવી બનાવીને ચોરી-લૂંટની ઘટનાને અંજામ આપવામાં ખુબ માહીર છે. આ સાથે જ પોલીસે આ ગેન્ગ પાસેથી બાઇક-ઇકો અને ઘરફોડ ચોરીના 18 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ચીકલીકર ગેન્ગ બાઇક, મૉપેડ, ઇકૉ કારની ચોરી કરીની સાથે સાથે ઘરફોડ ચોરી પણ કરતી હતી. હાલ પોલીસે આ ગેન્ગના 3 સાગરિતોને શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે પકડી પાડ્યા છે. આ પછી આ ત્રણેય પાસેથી કુલ 18 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ઉધના પોલીસે ઉધના બીઆરસી સતનામ ચાર રસ્તાથી એક ઇકોને અટકાવી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 


ચીકલીકર ગેન્ગ પકડાયેલા આરોપીઓ - 
કિર્તનસીંગ પંચમસિંગ ભાદા 
દિપસીંગ કલાની 
રાણાસીગ અવતારસિંગ અંધરેલી