હવામાન વિભાગની આગાહી મુજબ, ડાયમંડ નગરી સુરતમાં આજે કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. શહેરના અઠવાલાઈન્સ, ઉમરા, ઘોડદોડ રોડ, પાર્લે પોઈન્ટ, નાનપુરા, ચોક, અડાજણ, પાલ, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ખેતી અનુકૂળ વરસાદના પગલે ખેડૂતોને રાહત થઈ છે.
સુરતમાં સવારથી શરૂ થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કડોદરા ચાર રસ્તા નજીક આવેલી તમામ સોસાયટી, ચાલીના ઘરોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અહીં રહેતા લોકોની મુશ્કેલી પણ વધી છે.
વરસાદના કારણે ખાડીના પાણી શહેરમાં પ્રવેશી ગયા છે. રણછોડનગરમાં રોડ રસ્તા પર ખાડીના પાણી ફરી વળ્યા છે. પર્વત પાટીયા ખાડી કાંઠે આવેલા નૈમીનાથ અને કૈલાસ બંગલો પાસે પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં ખાડીના પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી ગયા છે.
મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તમામ સ્કૂલ-કોલેજો ખોલી દેશે ? જાણો સરકારે શું કહ્યું ?
ભરૂચમાં 25 વર્ષની મૂળ સૌરાષ્ટ્રની કોન્સ્ટેબલ યુવતીએ પોલીસ લાઈનમાં જ કરી લીધો આપઘાત, જાણો વિગત
સુરતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાર્વત્રિક વરસાદ, જાણો કયા કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ