સુરત શહેરની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઓલપાડ ,માંગરોળ ,માંડવી , કીમ, પલસાણા ,બારડોલી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કીમ-માંડવી રોડ પર પાણી ભરાયા તો બારડોલીથી કડોદ માંડવી સ્ટેટ હાઈવે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાયમ ગામ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા તો ચલથાણ ગામની મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચલથાણના સરગમ શોપિંગ સેન્ટરમાં પણ પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી તરફ સુરત શહેરમાં પોણા બે ઈંચ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લિંબાયત વિસ્તારમાં ઠેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લિંબાયત વિસ્તારમાં રેલવે લાઈન નજીક પાણી ભરાયા હતા. પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. પાંડેસરા અને મીઠીખાડી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. ચોકબજાર, ઉધના વિસ્તારમાં પણ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવવાના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ખોલવડમાં ખાડીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા.
પાંડેસરા વિસ્તારમાં રોડ બેસી જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. આ વિસ્તારમાં રોડ બેસી જતાં નોવા કોમ્પ્લેક્સ પાસે રોડ બેસી જતા ટેમ્પો ફસાઇ હતો. સુરતના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. કામરેજ ચાર રસ્તા પર ભરાયા ઘુંટણસમા પાણી ભરાયા છે. હાઈવે પરના સર્વિસ રોડ પર ભરાયા પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવી રહ્યાં છે. સુરતના મોટાભાગના વિસ્તારમાં પાણી ભારાતા મનપાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. કરોડોના ખર્ચે નાંખેલી ગટર લાઈનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
પાંડેસરા, ઉધના દરવાજા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. દક્ષેશ્વર મંદિર વિસ્તાર,જુની સબ જેલ વિસ્તાર પાણી પાણી થઇ જતાં ઓફિસે જતા નાગરિકોને હાલાકી પડી રહી છે.મંગળવારે રાત્રે વરસેલા વરસાદે સુરત મનપાના પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. અહીં લીબાયત વિસ્તારો વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યી છે. લીંબાયત મીઠીખાડીમાં ઘુંટણ સુધીના પાણી ભારાયા છે. કડોદરા ચોકડી નજીકના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. ચામુંડા હોટલ, આસપાસની દુકાનોમાં પાણી ભરાઇ જતાં વેપારીઓની પણ મુશ્કેલીમાં વધારો થયો છે.