સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલને આજે કોર્ટ સજા સંભળાવશે. 21 તારીખે ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. માત્ર 69 દિવસમાં જ ફેનિલને દોષિત ઠેરવાયો હતો. હવે આજે દોષિત ફેનિલને કોર્ટ સજા સંભળાવશે.
ઉલ્લેખનીય છે કે 12 ફેબ્રુઆરીએ સુરતના પાસોદરામાં ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની છરાથી ગળું કાપી હત્યા કરી નાંખી હતી. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ સાથે ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાના વિડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી 100થી વધુ દસ્તાવેજો અને મૌખિક જૂબાની રજૂ કરવામાં આવી અને ફેનિલને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા. જે બાદ 21 એપ્રિલે કોર્ટે ફેનિલેને દોષિત જાહેર કર્યો હતો. આજે કોર્ટ ફેનિલને સજા સંભળાવશે.
Amreli : 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
અમરેલીઃ ૧૧ વર્ષની કૌટુંબીક ભાણેજ પર મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં હાહાકાર મચી ગયો છે. ચક્કરગઢ રોડ ઉપર રહેતા એક શખ્સે 11 વર્ષની ભાણેજ પર છ માસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે. મામા ભાણેજના સંબંધોને લજવતો કિસ્સો આવ્યો સામે. કૌટુંબિક બેન ફરિયાદ દાખલ કરવા જઈ રહી હતી ત્યારે તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે. પિતા પુત્ર બંને વિરુદ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા પુત્ર બંનેની અમરેલી પોલીસે ધરપકડ કરી લીધી છે.
આણંદઃ ઉમરેઠની રતનપુરા મોટી કેનાલ માં ૪ બાળકો ડુબ્યા છે. ર બાળકોના મોત થયા છે, જ્યારે બેને બચાવી લેવાયા છે. કાળજાળ ગરમીમાં ઠંડીનો અહેસાસ મેળવવા કેનાલમાં નહાવા પડયા હતા. વહેતા પાણીમાં બાળકોએ બૂમાબૂમ કરતા આસપાસના રાહદારીઓ દોડી આવ્યા હતા. આણંદ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ર બાળકોને બચાવ્યા. બે બાળકો પાણીમાં ગરકાવ થતાં મોતને ભેટયા. મૃત બાળકો ઉમરેઠના રતનપુરાના ૨હેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....
વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......