Surat GST Raid: રાજ્યમાં જીએસટી વિભાગે કમર કસવાનું શરૂ કરી દીધુ છે, રાજ્યમાં ઠેર ઠેર કરચોરીને પકડી પાડવા માટે જીએસટી વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ અંતર્ગત હવે જીએસટીની ટીમે સુરતમાં આઠ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડાની કાર્યવાહીમાં દોઢ કરોડની ટેક્સ ચોરીને ઝડપી પાડવામાં આવી છે. 


મળતી માહિતી પ્રમાણે, સુરતમાં જીએસટીની ટીમે સ્પેર પાર્ટ્સના વેપારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરતાં દરોડા પાડ્યા છે. શહેરમાં સતત ત્રણ દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, જેમાં સ્ટૉક સહિતની અનેક પ્રકારની બેનામી સંપતિને જપ્ત કરવામાં આવી છે. શહેરમાં સ્પેર પાર્ટ્સના વેપારીઓ પર આઠ સ્થળોએ જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દોઢ કરોડની ટેક્સચોરી પકડાઇ છે. સુરત સહિત રાજયભરમાં ઓટો સ્પેર પાર્ટના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીએસટી અધિકારીઓએ અહીં 5થી 6 કરોડના સ્ટૉક સહિતના અન્ય બેનામી વ્યવહારોને પકડી પાડ્યા છે. ખાસ વાત છે કે, દિવાળી અગાઉ ઓટો સેકટરમાં આવેલી તેજીના કારણે ઓટો સેક્ટર પણ જીએસટીના સાણસામાં આવી ગયુ છે. દિવાળી અગાઉ ટ્રાવેલર્સ, સ્કીન સ્પેશ્યાલિસ્ટ સહિત અનેક ક્ષેત્ર જીએસટીના સાણસામાં આવ્યુ છે. 


આ પહેલા પણ જીએસટી વિભાગે કરી હતી દરોડાની કાર્યવાહી


રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.  25 વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. 46 સ્થળ પર તપાસ હાથ ધરીને કુલ 4 કરોડની કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  GSTનું રજિસ્ટ્રેશન લીધા બાદ ટર્ન ઓવર છુપાવીને ગેરકાયદે રીતે કોમ્પોઝિસન સ્કીમનો લાભ લઈ રહેલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. 


કોમ્પોઝિસન સ્કીમમાં જોડાયા બાદ વેપારીઓ અન્ય મોડસ ઓપરેન્ડીના સહારે GST ચોરી કરવામાં આવતું હોવાને ધ્યાનમાં આવ્યુ હતું. એટલું જ નહીં અનેક વેપારીઓએ GSTનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. તેમ છતા કોઈ રજિસ્ટ્રેશન મેળવ્યું નથી. 









અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ 4 કરોડની કરચોરી ધ્યાને આવી છે. GST વિભાગે કરેલી તપાસમાં B2C સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ -સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે. GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરોમાં હાલમાં ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે વેપારીઓ દ્વારા કરચોરી કરવા અપનાવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી આવા ટેક્ષ પેયરોનું સીસ્ટમ આધારીત ટેક્ષ પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું છે કે B2C સેગમેન્ટમાં અમુક વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ અથવા તે સિવાય પણ કરચોરી કરે છે.









તહેવારો પહેલા રાજ્યભરના 46 સ્થળો પર GST વિભાગના દરોડા પડ્યા છે. GST નંબર હોવા છતા ટેક્સ ન ભર્યા હોવાથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અલગ-અલગ શહેરોમાં વેપારીઓને ત્યાં આ પ્રકારો દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.