Surat News: રાજ્યમાં બેફામ વાહન ચલાવવાના કારણે અકસ્માતની ઘટના વધી રહી છે. જેમાં નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા છે.  સુરતમાં જૂની RTO પાસે ઇકો કારે અકસ્માત સર્જયો હતો. જેમાં એક પુરુષનું મોત થયું અને મહિલા ઘાયલ થઈ હત.

બેફામ ઈકો ચાલાકે મોપેડ સવાર દંપતિને મારી ટક્કર મારી હતી. ઘટનામાં પતિનું મોત થયું હતું, જયારે પત્નીને ગંભીર રીતે ઘાયલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. ઇકો ચાલક ડ્રાઈવર કાર મૂકી ફરાર થયો હતો, જ્યારે ઇકોમાં બેસેલા લોકોને લોકોએ પકડી પાડ્યો હતો. સ્થાનિકોના મતે કારમાં બેઠેલા તમામ લોકો નશાની હાલતમાં હતા. મૃતકનું નામ બળવંત રાણા હોવાનું જાણવા મળ્યું છે.


અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક


અમદાવાદ શહેરમાં આવારા તત્વોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. શહેરમાં હત્યા અને ફાયરિંગની ઘટનો સામાન્ય બની રહી છે ત્યારે અમદાવાદ શહેરના  બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. બાપુનગરમાં ખૂલ્લી તલવાર વડે બાપુનગરની ચાલીના એક મકાનમાં હુમલો કર્યો હતો. આ ઘર પર હુમલા બાદ વાહનને આગચંપી કરી હતી.  આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.  હુમલાખોરોનો જાહેર રસ્તામાં તલવારો લઈ રૌફ જમાવતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. બંને પરિવાર વચ્ચે સમાધાન થઈ જતા બાપુનગર પોલીસે જાહેરમાં સ્ટંટ કરી વીડિયો બનાવવા બદલ ફરિયાદ નોંધી છે. આ ઘટના9 ફેબ્રુઆરીની હોવાની ચર્ચા છે.   


અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને ઘરે જઇ મારી નાખવાની ધમકી આપી


બાપુનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક કોરોના કાળમાં મહિલા સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો જેથી મહિલાએ જે તે સમયે તેને લાફો માર્યો હતો, જેની અદાવત રાખીને આજે બપોરે યુવક દારુ પીને મહિલાને ઘરે ગયો હતો ચાર લાખની માંગણી કરીને મહિલાના ભાઇ સાથે તકરાર કરીને લાફા માર્યા હતા. છોડાવવા મહિલા વચ્ચે પડતા ચાકુ બતાવીને સાંજ સુધી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. બાપુનગરમા  અન્નપૂર્ણા સોસાયટી પાસે   વિરાભગતની ચાલીમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ મીલ સામે રાધારમણ ફ્લેટમાં રહેતા વિશાલભાઇ મણિલાલ આરસોડિયા સામે  બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોરાના કાળ દરમિયાન મહિલા સિવિલમાંથી આવતી જતી હતી ત્યારે આરોપીઓ રસ્તામાં રોકીને પ્રેમ સબંધ બાંધવાની વાત કરી હતી જેથી મહિલાએ જે તે સમયે લાફો મારી દીધો હતો. આજે બપોરે મહિલા પોતાના પિતાના ઘરે હાજર હતી આ સમયે આરોપી દારુ પીને તેમના ઘરે ગયો હતો અને રૃપિયા ચાર લાખની માંગણી કરવા લાગ્યો હતો જેથી મહિલાએ શેના રૃપિયા આપવાના તેમ કહેતા તકરાર કરી હતી જેથી આ સમયે મહિલાના ભાઇે વચ્ચે પડતાં તેને લાફા મારીને તેની સાથે મારા મારી કરવા લગ્યો હતો મહિલા છોડાવવા વચ્ચે પડતાં ચાકુ બતાવીને સાંજ સુધીમાં મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો  હતો.