દક્ષિણ ગુજરાતના વેવાઈ અને વેવાણની પ્રેમ કહાનીમાં ફરી એકવાર નવો વળાંક આવ્યો છે ત્યારે ફરી એકવાર વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ફરી વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાના સમાચાર આવતાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે, પુત્ર અને પુત્રીના લગ્ન પહેલા વેવાઈ-વેવાણનો પ્રેમ પાંગર્યો હતો અને બન્ને ફરાર થઈ ગયા હતા જોકે થોડા દિવસો બાદ પરત ઘરે આવ્યા હતાં. સમગ્ર ઘટના બાદ વેવાણને તેમના પતિએ પત્ની તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
વેવાઈ અને વેવાણ ફરી એકવાર ભાગીને સરતના વરાછામાં મકાન ભાગેથી રાખીને પોતાનો સંસાર માંડ્યો હતો પરંતુ રવિવારે કોઈક કારણોસર ત્યાંથી પણ ભાગીને નાસિકના ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શનિવારે વેવાઈ અને વેવાણ ફરી એકવાર ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમના પરિવારે આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે તેઓ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ માંગતા નથી. વેવાઈ-વેવાણના કારણે પરિવારે સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે જેથી તેઓ આ અંગે કંઈ બોલવા માટે તૈયાર નથી તેવું પણ સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વેવાણ તેમના પિયરમાં રહેતા હતા અને તેમના પતિ તેમને અપનાવવા માટે તૈયાર નહોતા જેના કારણે વેવાઈના મનમાં ફરી એકલા પડી ગયેલા વેવાણ માટે પ્રેમ પાંગર્યો હતો અને બન્ને ફરી એકવાર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ત્યાર બાદ બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. મહત્વનું છે કે, સમાજમાં વેવાઈ-વેવાણ વચ્ચેના પ્રેમના કારણે બન્ને પરિવારોની વધારે ફજેતી ના થાય તે માટે તેઓ પરત ફર્યાં હતા.
સુરતના વેવાઈ-વેવાણની પ્રેમ કહાનીમાં નવો વળાંક, બન્ને ફરી એકવાર ભાગી ગયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2020 08:45 AM (IST)
વેવાણ તેમના પિયરમાં રહેતા હતા અને તેમના પતિ તેમને અપનાવવા માટે તૈયાર નહોતા જેના કારણે વેવાઈના મનમાં ફરી એકલા પડી ગયેલા વેવાણ માટે પ્રેમ પાંગર્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -