સુરતઃ શહેર(Surat)ના અમરોલી વિસ્તારમાં પિયરમાં રહેતી પત્નીને વીડિયો કોલ કરીને પતિએ પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. તેમજ પત્ની જ્યાં સુધી છૂટાછેટા ન આપે ત્યાં સુધી પ્રેમિકા સાથે રહેવાની વાત કરી હતી. પત્નીએ સમજાવવા છતાં ન માનતા આખરે પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીએ પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ વીડિયોકોલના સ્ક્રીન શોટ સાથે અમરોલી પોલીસ(Amroli Police)માં ફરિયાદ નોંધાવી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં માતાને ત્યાં રહેતી પરિણીતાના વર્ષ 2009માં લગ્ન થયા હતા. લગ્નથી તેમને બે પુત્ર પણ છે. જોકે, છેલ્લા થોડા સમયથી પતિને અડાજણની યુવતી સાથે પ્રેમસંબંધ(husband affair) બંધાયા હતા. તેમજ પતિ તેની પ્રેમિકા સાથે રહેવા લાગ્યો હતો. પત્નીએ લગ્ન જીવન બચાવવા માટે પતિ અને તેની પ્રેમિકાને સમાજવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ બાબતે પતિ સાથે અનેક વખત ઝગડો થયો હતો. તેમજ આ વાતને લઈને પત્નીને માર પણ મારતો હતો. જેથી પત્ની માતાના ઘરે આવી ગઈ હતી.
પતિએ હદ તો ત્યારે વટાવી કે પત્નીને વીડિયો કોલ કરીને પ્રેમિકા સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. તેમજ પત્ની છૂટાછેડા ન આપે તો ઘરે નહીં આવવાની ધમકી આપતો હતો. પત્નીએ પતિના પ્રેમિકા સાથે શારીરિક સંબંધના સ્ક્રીન શોટ લઈ લીધા હતા અને તેના આધારે પતિ અને પ્રેમિકા સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પરિણીતા પતિની પ્રેમિકાને સમજાવવા જતાં તેની સાથે ઝઘડો કર્યો હતો અને થાય તે કરી લે હું તારા પતિ સાથે જ રહેવાની છું. એટલું જ નહીં, પરિણીતાને માર પણ માર્યો હતો. પતિએ પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી છૂટાછેડા માટે દબાણ પણ કર્યું હતું. આમ, પતિ-પ્રેમિકાના ત્રાસથી કંટાળી પરિણીતાએ માતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. જેને કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
Surat: ફિલ્મી સ્ટાઇલમાં હત્યાની ઘટનાથી ખળભળાટ, યુવતીના પ્રેમમાં યુવક હતો પાગલ
સુરત(Surat)ના ઉધના રેલવે વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં હત્યાનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરિણતાના પ્રેમમાં પાગલ પ્રેમીની હત્યા કરી નાંખી છે. બે મિત્રે બાઈક પર અપહરણ(Kidnap) કરી રેલેવ ટ્રેક પર લઈ જઈ હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા બાદ લાશને જમીનમાં ખાડો ખોદી દાંટી દીધી હતી.
જોકે, લાશ દાટવાની બાતમી મળતા રેલવે પોલીસે(Surat railway police) ખાડો ખોદી લાશ કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ખોડો ખોદતા સળગાવેલી હાલતમાં લાશ મળી આવી છે. બોડી ડિકમ્પોઝ થઈ ગયેલી છે, જેથી ઓળખવી મુશ્કેલ છે. ઓળખ માટે લાશનો DNA રિપોર્ટ કરાવવો પડશે. જોકે, પોલીસે ડિંડોલીનો અશોક મોરે ગુમ હતો, એની લાશ હોઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
પોલીસ તપાસમાં સીસીટીવીમાં બાઇક પર બે મિત્રો સાથે યુવક સીસીટીવીમાં દેખાતો હોવાથી પોલીસે આ આશંકા વ્યક્ત કરી છે. જોકે, પોલીસ તપાસ પછી વધુ માહિતી સામે આવશે.