સુરતઃ ગુજરાતમાં આજે બે-બે યુવકોની હત્યાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તાર 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની છેડતી થતી અટકાવવા યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવકનું નામ સાલું વર્મા છે. હત્યારો માનસિક વિકૃત હતો. મહિલાઓના બાથરૂમમાં ઝાંખી છેડતી કરતો હતો. મહિલાઓ અવાર નવાર ધુલાઈ પણ કરી હતી.


પેટ અને છાતીના ભાગે ચાકુ મારી પતાવી દેવામાં આવ્યો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108માં સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. એક વર્ષ પેહલા પોતાના મૂળ વતન ઉત્તર પ્રદેશથી સુરત રોજગારી માટે આવ્યો હતો. દારૂના નશામાં ઝઘડો થયો હોય એમ મને લાગી રહ્યું છે, તેમ રામબાબુ ( મૃતક સાલું વર્માનો સબંધી )એ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી. હત્યારા સોમાનાથ ગુપ્તાને દબોચી સ્થાનિકોએ પોલીસને સોંપ્યો હતો.


રાજકોટમાં શાપર વેરાવળમાં યુવાનની હત્યા થઈ છે. સિમ વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો છે. બોથડ પદાર્થથી યુવાનને માર માર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બે દિવસ પહેલા યુવાનની હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા સહિતની આગળની તપાસ હાથ ધરાઈ.

Surat : માતાની નજર સામે જ ધોરણ-12ના વિદ્યાર્થીએ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત 


સુરત : માતાની નજર સામે જ સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુરતના અડાજણના રાજહંસ વ્યુ કોમ્પ્લેક્સમાં હ્રદયદ્રાવક આપઘાતની ઘટના સામે આવી છે. ધોરણ-12ના વિદ્યાર્થીએ માતાની નજર સામે મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. કોમ્પલેક્સની છત પર ચડેલા વિદ્યાર્થીને માતા સાદ પાડે અને દીકરો સાંભળે તે પહેલાં જ નીચે કુદી પડતાં મોત થયું હતું.  દીકરાના મોતથી હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતાં. આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


મરનારનું નામ શૌર્યમન મનીષ અગ્રવાલ (ઉ.વ.17)  છે. આજે સવારે લગભગ 10થી 10:15 વાગ્યાના અરસામાં શૌર્યમન ઘરમાંથી માનસિક તણાવમાં લિફ્ટમાં બેસીને ધાબા ઉપર જતા માતા પાછળ દોડી હતી. પણ છત ઉપર ચઢેલા દીકરાને બૂમ પાડે એ પહેલાં જ શૌર્યમનએ માતાની નજર સામે છલાંગ મારતા માતા હેબતાઈ ગયા હતા. બૂમાબૂમ કરી દેતા સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં શૌર્યમનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.


પોલીસ તપાસમાં શૌર્યમન ધોરણ-12નો વિદ્યાર્થી છે. તેને એક નાનો ભાઈ છે. જે ધોરણ-10માં અભ્યાસ કરે છે. પિતા રઘુકુળ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના વતની છે. આપઘાત પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એટલું જ નહીં, પણ મૃતકના કાકા IT ઑફિસના કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યું છે.