ડાયમંડનગરી સુરતમાં કોરોનાના યુકે સ્ટ્રેઇનનો પગપેસારો થયો છે. ગત મહિને પુણે મોકલવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેય સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેઇનની પુષ્ટિ થઈ છે. ત્રણેય પોઝિટિવ વ્યક્તિની કોઇ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અન્ય વ્યક્તિના સંપર્કમાં આવતાં યુકે સ્ટ્રેઇન પોઝિટિવ આવ્યો છે.
રાંદેર ઝોનના 2 અને અન્ય 1 વ્યક્તિ માં યુકે સ્ટ્રેઇન ના લક્ષણો મળ્યા છે. કોરોનાના કેસો વધતા વરાછા, સરથાણા, પાલ અને પાલનપુર ફરી ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શુક્રવારે સુરતમાં કોરોનાના 101 કેસ નોંધાયા હતા.
રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12,37,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 2,90,011 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,23,245 લોકોને રસી આપવામાં આવી છે.
Gujarat માં ફાટ્યો કોરોનાનો રાફડો, એક જ દિવસમાં ત્રણ શહેરોમાં 100થી વધુ કેસ નોંધાતા ફફડાટ
રાશિફળ 6 માર્ચ: ચંદ્ર વૃશ્ચિક રાશિમાં આજે યાત્રા પૂર્ણ કરશે, જાણો તમારા પર શું થશે અસર