Surat : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં 6  વર્ષના એક બાળકનું મોટ થયું છે, જો કે આ બાળકના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે અને કહ્યું કે ડોક્ટરની બેદરકારીને કારણે જ બાળકનું મોટ થયું છે. આ બાળક છેલ્લા 24 દિવસથી ICUમાં હતો અને ત્યારબાદ બાળકને જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. ગત મોડી રતારે બાળકના ગાલામાં ફીટ કરવામાં આવેલી નળી નીકળી ગઈ હતી. જો કે બાળકના સ્વજનોએ ડોક્ટરને બોલવતા ડોક્ટર આવ્યાં ન હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે જો ડોક્ટર સમયસર આવી ગયા હોત તો  બચી જાત. 


સુરતમાં નૂપુર શર્માનું સમર્થન કરનારને મળી જાનથી મારી નાખવાની ધમકી
નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર અંગે વિવાદાસ્પદ કોમેન્ટ કરતા તેમના વિરુદ્ધ મુસ્લિમ સમુદાયે દેશ ભરમાં વિરોધ નોંધાયો હતો. સામે કેટલાક લોકોએ નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. નૂપુર શર્માનો વિરોધ કરનારાઓ હવે નૂપુર શર્માનું સમર્થન કરનારાઓને ટારગેટ કરી રહ્યા છે. 


ઉમરા વિસ્તારમાં એક યુવકે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરતા તેમને ગાળો. આપીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. આ બાબતે ઉમરા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.


ઉમરા વિસ્તારમાં રહેતા યુવકે ઈન્સ્ટાગ્રામ પર નૂપુર શર્માનું સમર્થન કર્યું હતું. તેની સામે ત્રણ વિધર્મી યુવકોએ નૂપુરનું સમર્થન કરનાર યુવકને ગાળો આપી હતી. એટલું જ નહીં તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શરૂઆતમાં યુવકે આ વાતને ગંભીરતાથી લીધી નહતી. પરંતુ વારંવાર ધમકી મળતા યુવકે ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. 


ત્યાર બાદ ઉમરા પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા નૂપુર શર્માનું સમર્થન કરનાર રાજસ્થાનના વ્યક્તિની હત્યાર કરવામાં આવી હતી. જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા.