Surat News: ડાયમંડ નગરી સુરતમાં ખાનગી બેંકની ઉઘરાણીથી યુવકે તાપી નદીના કેબલ બ્રિજ (cable bridge) પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો. 23 વર્ષીય  કુંજલ રાઠોડે બેંક એજન્ટના લોનના હપ્તા (loan installment) માટે અસહ્ય ત્રાસ અપાતા હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટમાં (suiide note) સમગ્ર ત્રાસની આપવીતી લખી છે. કેબલ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનારા યુવાનની લાશ મગદલ્લા બ્રિજ કિનારેથી મળી આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગે લાશ બહાર કાઢી પીએમ અર્થે મોકલી હતી.




સુરતના સચીનમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં સચીન રોડ ઉપર બાઇક સ્લીપ થયા ડિવાઇડર સાથે ભટાકાતા ઇજા પામેલા ત્રણ મિત્રો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત નીંપજયું હતું. બીજા બનાવમાં ટેમ્પો પલ્ટી થતા ગંભીર ઇજા પામેલા યુવાન મોતને ભેટયો હતો. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીનમાં તંલગપુરગામ શિવનગર પાસે પટેલનગરમાં રહેતો 20 વર્ષીય બલરામ દેવરાજ છટાઇ ગત સાંજે તેના મિત્ર સમીર અને સુમીત સાથે બાઇક પર લાજપોર તરફ ફરવા નીકળ્યા હતા. તે સમયે સચીનના કનસાડ રોડ બ્રીજ પાસે બાઇક સ્લીપ થઇને ડિવાઇડ સાથે ભટકાતા બલરામને ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જયારે તેના બે મિત્રને સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો કહ્યુ હતું. જયારે બલરામ તેના પરિવારના સભ્યો સાથે શનિવારે વતન ઓરીસ્સામાં ગંજામ ખાતે સંબંધીના લગ્ન હોવાથી જવાનો હતો. તેને એક ભાઇ અને એક બહેન છે. તે સંચાખાતામાં કામ કરતો હતો.




બીજા બનાવમાં સચીનમાં હોજીવાલા ખાતે લુસ્મખાતામાં કામ કરતો ત્યાં રહેતો 24 વર્ષીય કિરણ બાબુભાઇ પરમાર ગત રાતે ટેમ્પામાં જમવાનું લઇને પરત આવતો હતો. તે સમયે સચીન હોજીવાલા રોડ નં-17 ઉપર ટેમ્પો પલ્ટી થતા અકસ્માત સર્જાતા કિરણને ગંભીર ઇજા થતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.  તે મુળ બનાસકાંઠામાં દિસાનો વતની હતો. તેની બે બહેન અને એક ભાઇ છે. આ બંને બનાવ અંગે સચીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ


રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં વરસાદની પેટર્નમાં નથી થયો કોઈ નોંધપાત્ર ફેરફાર, જાણો હવામાન વિભાગે બીજું શું કહ્યું