Surat News: સુરતમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં પાલિકા અધિકારી સહિત પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટને રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. લાંચિયો અધિકારી તેજસ પ્રકાશચંદ્ર આરિવાળા પાલિકાની મુખ્ય કચેરીનો ચીફ એકાઉન્ટન્ટ છે, જ્યારે કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભીખુભાઇ પટેલની ધરપકડ કરાઈ છે.



સિક્યોરિટી પેટે ડિપોઝીટ કરેલા રૂપિયા પરત મેળવવા ઇજારદાર દ્વારા અરજી કરાઈ હતી. જે રૂપિયા પરત કરવાના અવેજ પેટે ઇજારદાર પાસેથી આરોપીએ 2.50 લાખની માંગ કરી હતી. ઇજારદાર દ્વારા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ છટકાનું આયોજન કરાયું હતું. ઘોડ દોડ રોડ સ્થિત પંચોલી સોસાયટી નજીક લાંચ લેતા પટાવાળાને ઝડપી પડાયો હતો, જ્યારે ફરિયાદી સાથે લાંચ પેટે હેતુલક્ષી વાતચીત કરનાર ચીફ એકાઉન્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી.


ગઈકાલે નવસારી જિલ્લા અને બીલીમોરામાંથી પસાર થતાં ડીએફસીસી પ્રોજેક્ટની કામગીરી કામ કરતી ખાનગી કંપનીનાં મેનેજરે પેટા કોન્ટ્રાકટરને કામગીરી રિન્યુ કરી આપવાના કામમાં રૂ.1 લાખની લાંચની માંગ કરતાં જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરતા લાંચ માંગનાર ખાનગી કંપનીનો મેનેજર એસીબીના હાથે બીલીમોરામાં આબાદ ઝડપાઇ ગયો હતો. એસીબી તેને વધુ પૂછપરછ અર્થે ચીખલી સર્કિટ હાઉસમાં લઈ ગઇ હતી.


આ પહેલા છોટાઉદેપુર એલસીબીએ વડોદરા જિલ્લાના ચાંદોદ ખાતે આવેલ લાંચિયા કોન્સ્ટેબલને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. વડોદરા જિલ્લાના ચાંદોદ ખાતે ફરજ બજાવતા મોતીભાઈ વાજાભાઈ રબારી જેઓ કોન્સ્ટેબલ તરીકે તેનતલાવ બીટમાં ફરજ બજાવતા હતા. જે સમયે દરમિયાન ડભોઇ તાલુકાના કરણેટ વસાહતમાં રહેતા ટેમરાભાઇ સત્યાભાઈ વસાવા ટીંબરવા ગામે પોતાના સંબંધીને ત્યાં જતા હતા તે સમય દરમિયાન આ કોન્સ્ટેબલે કામગીરી કરી રહ્યા હતા.ત્યારે તેઓના વાહન ચેકીંગની કામગીરી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બે નંગ બોટલ મળી આવી હતી. જેથી આ કોન્સ્ટેબલે તેઓની વિરુદ્ધ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. જેથી આ કોન્સ્ટેબલે તેને માર ન મારવાના રૂપિયા 50,000 ની માગણી કરી હતી. જે તેઓ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જે બાદ ટ્રેપ ગોઠવી તેમને ઝડપી લેવામાં આવ્યો હતો.


અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિમતસિંહ પટેલ ચાર્જ સંભાળ્યો, જાણો શું આપી ચેતવણી


વર્ષ 2023માં ચારધામ સહિત હેમકુંડ સાહિબ તક, જાણો કેટલા લોકોએ કર્યા દર્શન