Surat News: સુરતમાં મહિલા પોલીસની (surat women police) સરાહનીય કામગીરી સામે આવી છે. સુરતના ચોકબજાર (Chowk bazar) અખંડ આનંદ કોલેજ (akhand anand colleve) પાસે એક યુવતીની તબિયત લથડી હતી અને યુવતી બેભાન થઇ ઢળી પડી હતી. આ વખતે ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીઓએ તાત્કાલિક યુવતીને સીપીઆર (CPR) આપ્યા હતા. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ જીપમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. હાલ યુવતીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.



રાજ્યમાં પોલીસકર્મીઓને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી હતી, સુરતમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને પણ આ ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પોલીસને અપાયેલી ટ્રેનિંગ લોકો માટે મદદગાર સાબિત થઇ રહી છે. ગતરોજ સુરતના ચોકબજાર પોલીસ મથકના એલ.આર, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિતનો સ્ટાફ ફરજમાં હતો, તે દરમિયાન અખંડ આનંદ કોલેજ પાસે એક અંદાજીત 22 વર્ષીય યુવતીની તબિયત લથડી હતી અને તે બેભાન થઈને ઢળી પડી હતી.




રાઉન્ડ પર નીકળેલા પીઆઈએ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર યુવતીને પોલીસ જીપમાં હોસ્પિટલ ખસેડી


વૈશાલીબેન કાચરીયાએ જણાવ્યું હતું કે, ફરજમાં હાજર હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન કાથડ અને હું તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને યુવતીને માઉથ બ્રીથિંગ અને સીપીઆર આપ્યા હતા. એટલી જ વારમાં ચોકબજાર પીઆઈ વી.વી.વાગડિયા પણ ત્યાં રાઉન્ડ પર નીકળ્યા હતા અને તેઓએ એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ તાત્કાલિક પોલીસકર્મીઓની સાથે યુવતીને પોતાની પોલીસ જીપમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી હતી અને યુવતીના પરિવારજનોને જાણ કરી હતી


પીઆઈ વી.વી.વાગડિયાએ શું કહ્યું

બનાવ અંગે ચોકબજાર પીઆઈ વી.વી.વાગડિયાએ જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન યુવતીની તબિયત બગડી હતી, જેથી હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન અને એલઆર વૈશાલીબેને યુવતીને સીપીઆર આપ્યા હતા, જે બાદ હું પણ ત્યાં રાઉન્ડમાં નીકળ્યો હતો, ત્યારે ત્યાં લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયું હતું. યુવતીને તાત્કાલિક પોલીસ જીપમાં પોલીસકર્મીઓ સાથે નજીકની હોસ્પિટલ ખસેડી હતી અને તેના ભાઈને જાણ કરી હતી. હાલ યુવતીની તબિયત સારી છે.


આ પણ વાંચોઃ


લૂ થી બચવું હોય તો અજમાવો આ 4 આસાન ટિપ્સ, ગરમીથી મળશે રાહત


પોઇચા નદીમાં ડૂબી જવાની દુર્ઘટનામાં બાકીની એક વ્યક્તિને શોધવા માટે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું, 150થી વધુ કર્મીઓ દ્વારા ચાલતી શોધખોળ