Latest Surat News: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ (Rajkot TRP game zone fire) બાદ સુરતનું સરકારી (surat corporation) તંત્ર સફાળુ જાગ્યું છે. શહેરમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર એનઓસી (fire noc) અને બીયુસી પરમિશન (bu permission) વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે તેવી મિલકત સીલ (property seal) કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત  ભાજપના કોર્પોરેટર (BJP corporate)  દિનેશ પુરોહિતની (Dinesh Purohit) ડોરમેટ્રી સીલ કરવામાં આવી છે. આ ડોરમેટ્રી 116 બેડની હતી. ફાયર એન.ઓ.સી ને લઈ સીલ મારવામાં આવી છે. અંડર ગ્રાઉન્ડમાં ડોર મેટ્રી ઉભી કરવામાં આવી હતી અને એક જ પ્રવેશ દ્વાર ઉભો કરવામાં આવ્યો હતો. અંડર ગ્રાઉન્ડમાં ડોર મેટ્રીની પરવાનગી કોને આપી?  જો કોઈ અઘટિત ઘટના બને તો તે પાછળ જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અધિકારીને દબાવી ડોર મેટ્રી વર્ષોથી ચાલતી હતી અને દર મહિને લાખો રૂપિયાની કમાણી થતી હતી.





સુરતમાં અગાઉ તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી. ત્યારે રાજકોટમાં પણ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થતાં ફરી એક વખત સુરતની ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. આવી ઘટના ફરી ન બને તે માટે શહેરના ફાયર વિભાગ દ્વારા છેલ્લા 5 દિવસમાં તાબડતોબ કાર્યવાહી કરીને અંદાજે 15 જેટલી હોસ્પિટલોને સીલ કરી હતી. આ ઉપરાંત વરાછા સવાણી એસ્ટેટમાં 15થી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી, બીયુસી તેમજ અન્ય ખામીઓ ધ્યાનમાં રાખીને આજે હોસ્પિટલો, થિયેટરો, દુકાનો પર કાર્યવાહી કરી હતી. મહાનગર પાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ન રાખવામાં આવતા આજે કાર્યવાહી કરવામાં આવી છે. હવે ફાયરસેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે જ આ મીલકતોના સીલ ખોલવામાં આવશે. બુધવારે પણ શહેરમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં એક સ્કુલને સીલ કરતા ભારે હોબાળો થયો હતો.


રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટના બાદ સુરત સહિત રાજ્યની તમામ મહાનગર પાલિકાને કોર્ટે કરેલી તાકીદ બાદ મહાનગર પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું. સુરત મહાનગર પાલિકાએ કોર્ટના આદેશ બાદ એક જ દિવસમાં દસ મોટા ગેમ ઝોન અને સાત ચિલ્ડ્રન પ્લે ઝોન સીલ કર્યા હતા..