Surat Model Suicide Case: સુરતમાં આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે.  શહેરમાં મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.  યુવતીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જેથી યુવતીના પરિવારજનો શોકમાં ગરક થઈ ગયાં હતાં. તાનિયા IPL પ્લેયર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યો છે. તાનિયાના કોલ ડીટેલમાં અનેક રાઝ છે અને છેલ્લો કોલ પણ અભિષેકને કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તાનિયા એ પ્રેમ પ્રકરણમાં જ આત્મહત્યા કારી હોવાની વાત છે.


અભિષેક શર્માની કેવી છે આઈપીએલ કરિયર


અભિષેક શર્મા આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો છે. તે ઓલરાઉન્ડર છે. તેણે આઈપીએલની 47 મેચમાં 137.38ના સ્ટ્રાઇક રેટથી 893 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. આપીએલમાં અત્યાર સુધીમાં તેણે 4 ફિફ્ટી ફટકારી છે. જ્યારે 9 વિકેટ પણ ઝડપી છે.




મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વેસુમાં આવેલી હેપ્પી અલીગન્ઝા રેસીડેન્સી ખાતે રેહતી તાનિયા ભવાનીસિંગ મોડેલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી.  ગત રોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી. દરમિયાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.  સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. વ્હાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.  તાનિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.




ભાઇ કેનેડામાં કરે છે અભ્યાસ


વેસુ રોડ ઉપર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય તાનિયા છેલ્લા દોઢ બે વર્ષથી ફેશન ડીઝાનીંગ અને મોડલિંગ  કરતી હતી. આજે સવારે ઘરમાં જુહીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.વેસુ પોલીસે જણાવ્યુ કે, પ્રેમ પ્રકારણમાં જુહીને આ પગલુ ભર્યુ હોવાની પ્રાથમિક શકયતા છે પણ તપાસ બાદ આ અંગે હકીકત જાણવા મળશે.  તેના કાનમાંથી ઇયર ફોન મળી આવ્યા હતા.  તે મુળ રાજસ્થાનમાં સીકરની વતની હતી. તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે. તેની એક બહેનના લગ્ન થઇ ગયા છે. જયારે તેના પિતા પાંડેસરાની મીલમાં મેનેજમેન્ટ કરે છે.


મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર, પરિવારજનો શોકમગ્ન