Model Suicide in Surat: મોડલિંગ કરતી 28 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર, પરિવારજનો શોકમગ્ન
મોડલના આ પગલાંથી પરિવારજનો શોકમાં ગરક થઈ ગયાં હતાં. આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રેમ પ્રકરણની આશંકા સેવવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વેસુમાં આવેલી હેપ્પી અલીગન્ઝા રેસીડેન્સી ખાતે રેહતી તાનિયા ભવાનીસિંગ મોડેલિંગના ક્ષેત્રમાં કામ કરતી હતી.
. ગત રોજ રાત્રે તાનિયા ઘરે લેટ આવી હતી. દરમ્યાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.
સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા.
વ્હાલસોયી દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તાનિયાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મૃતકના કાનમાંથી ઇયર ફોન મળી આવ્યા હતા. તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે. તેની એક બહેનના લગ્ન થઇ ગયા છે. જયારે તેના પિતા પાંડેસરાની મીલમાં મેનેજમેન્ટ કરે છે.