Surat News: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના રાંદેરમાં હોસ્પિટલની અંદર (hospital) ડોક્ટરનો જાતે જ હાથમાં ઈન્જેકશન (injection) મારી લઇ આપઘાત (suicide) કર્યો છે. ઘટનાને પગલે પરિવારમાં આઘાત છે. તબીબે કયા કારણોસર (doctor commit suicide) આ પગલું ભર્યુ તેનું કારણ અકબંધ છે.


 સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને તારવાડી ખાતે પટેલ નામની હોસ્પિટલ (patel hospital) ધરાતવા એક ડોકટરે જાતેજ પોતાના એક હાથમાં ઇંજેશન મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેમના ડોકટર મિત્રો, અને મિત્ર વર્તુળમાં શોક ફેલાઈ ગયો છે.


જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી ઈન્જેકશન મારી લીધું


સુરત ના અડાજણ પાટિયા ખાતે આવેલ પટેલનગર સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ડો ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ એ ગત રાત્રે રાંદેર તારવાડી ખાતે આવેલ પટેલ હોસ્પિટલની અંદર જાતે જ એક હાથમાં વેન ફ્લો નાંખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. તેઓ હોસ્પિટલની અંદર બેભાન અવસ્થા મળી આવ્યા હતા. પરિવારજનો તેમણે એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા.


એમડી ફીજીશીયન હતા


ઉદયભાઈ એમડી ફીજીશીયન ડોક્ટર હતા. તારવાડીમાં તેમની પટેલ નામની હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલની અંદર જ તેમણે જાતેજ પોતાના ડાભા હાથમાં ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો. તેમને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા ખાતે રહે છે. તબીબ અહીં માતા-પિતા અને પત્ની સાથે રહેતા હતા. તેમણે આ પગલું કયા કારણસર ભર્યું છે તે હાલમાં જાણી શકાયું નથી.


સ્વભાવ પણ હતો શાંત

ડો. ઉદયભાઈ બહુજ શાંત સ્વભાવના હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે તેમના દ્વારા આ પગલું ભરવામાં આવતા પરિવારમાં માતમ પ્રસરી ગયો છે, જયારે ડોક્ટર મિત્રો તેમજ અન્ય મિત્ર વર્ગ અને સગા સંબધીઓમાં પણ શોક ફેલાઈ ગયો છે. બનાવ અંગે આગળની તપાસ ચાલી રહી છે.


થોડા મહિના પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડોક્ટર રાહુલે હાથમાં ઈન્જેક્શન લીધા હતા. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી.


Morbi Crime News: ખાનપર ગામે પતિએ પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી, લાશ સાથે પરિવારજનો પહોંચ્યા છોટાઉદેપુર ને.....