Yoga in Surat: આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, સુરતમાં પણ યોગ દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં ચાલુ વરસાદે લોકોએ યોગ કર્યા હતા. સુરત શહેરમાં 49 સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે.




સુરતમાં એરપોર્ટ રોડ પર યોજાયેલા કાર્યક્રમમાં શહેરના મેયર, શાસક પક્ષના નેતા તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.




વરસાદ શરૂ થતાં યોગ કરવા આવેલા શહેરીજનો બચવા મેટનો સહારો લેતાં જોવા મળ્યા હતા.




આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘે યોગ દિવસ માટે માનવતાની થીમ રાખી છે. માનવતા માટે યોગાસનો એવી થીમ સાથે દુનિયાના 90 દેશોમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.


યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 11મી ડિસેમ્બરે જાહેરાત કરી હતી એ પ્રમાણે ભારતના સૂચન પ્રમાણે 21મી જૂને દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.  


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર પેલેસમાં કર્યા યોગ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કર્ણાટકના મૈસૂર પેલેસના પરિસરમાં યોગ કર્યા. તેમની સાથે અનેક લોકો યોગ કર્યા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી. યોગ દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે યોગનો પડઘો વિશ્વના ખૂણે ખૂણેથી સંભળાઈ રહ્યો છે. યોગ જીવનનો આધાર બની ગયો છે. તેમણે કહ્યું કે દરેક ઘરમાં યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ જીવનનો ભાગ નથી પરંતુ હવે તે જીવનનો એક માર્ગ બની ગયો છે. તેમણે કહ્યું કે આપણે યોગ જીવવો છે અને યોગને પણ જાણવો છે. ભારતમાં આ વખતે આપણે એવા સમયે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે, અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. યોગ દિવસની આ વ્યાપકતા, આ સ્વીકૃતિ એ ભારતની એ અમૃત ભાવનાનો સ્વીકાર છે જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી.