સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હીરા ઉદ્યોગ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તેની સીધી જ અસર રત્નકલાકારો પર થઈ રહી છે. કામ મળતું બંધ થઈ જવાના કારણે સુરતમાં કેટલાક રત્નકલાકારો આપઘાત કરી ચુક્યા છે ત્યારે આવી જ વધુ એક ઘટના ફરી બની છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય રત્ન કલાકાર જયસુખ ઠુંમરે પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધું હતું. કાપોદ્રા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવાળીના થોડા દિવસો પહેલા જ સુરતમાં આર્થિક સંકડામણના એક રત્નકલાકારને ભરખી ગઈ હતી. અમરોલી વિસ્તારમાં રહેતા  22 વર્ષીય રત્નકલાકાર નયન રમેશ લખાણીએ મંદીના કારણે મકાનના હપ્તા ન ભરી શકવાને કારણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. LIC HFL બેન્ક ના  હપ્તા ન ભરાતા બેન્ક દ્વારા મકાનમાં નોટિસ મારવામાં આવી હતી.જેના કારણે રત્ન કલાકારને માઠું લાગી આવતા આત્મહત્યા કરી હતી.નોટિસ કોઈ કાગળ માં નહીં પરંતુ ઘરની દીવાલ પર લખાણ કરી મારવામાં આવી હતી. આ અંગે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ પડી ટાઇ, સુપર ઓવરમાં થયો નિર્ણય, મેચમાં ઓવર કરતાં વધારે લાગ્યા છગ્ગા

ભારતમાં લોન્ચ થયું વધુ એક ઈ સ્કૂટર, ટોપ સ્પીડ જાણીને લાગી જશે આંચકો

આણંદમાં હથિયારના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા, જાણો વિગતે