સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. ગઈ કાલમે મધરાતે પોલીસે દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસ રેડમાં સ્પા સંચાલક અને એક ગ્રાહક ઝડપાયો છે. સરથાણાના કેપિટલ શોપિંગ પ્લાઝામાં દુકાન નંબર 109માં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું.

મળતી વિગતો પ્રમાણે, પોલીસે બાતમીને આધારે સ્પામાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એક કેબીનમાં યુવક યુવતી કઢંગી હાલત માં મળી આવ્યા હતા. સ્પા સંચાલક દિલીપ શેલડીયા મસાજના 1000 રૂપિયા અને શરીર સુખના 6000 રૂપિયા લેતો હતો. તેમાંથી 1500 રૂપિયા યુવતીને આપતો હતો.

સરથાણામાં પોલીસે સંચાલક અને માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરીને સંચાલકની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમાણે કંટ્રોલને કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટરની દુકાન નંબર 109માં કૂટણખાનું ચાલતું હોવાનો કોલ મળ્યો હતો. જેથી પોલીસે મધરાતે રેડ કરી હતી. રેડમાં કૂટણખાનું ઝડપાયું હતું.