Surat Crime News: સુરત પોલીસે વધુ એક વખત ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. ડીંડોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 8 મહિલા અને 5 પુરુષોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે. કોમ્પેલેક્સમાં યુવક-યુવતીઓ શરીર સુખ માણવામાં વ્યસ્ત હતી ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. જેને લઈ નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે તમામને દબોચી લીધા હતા.
ડમી ગ્રાહક મોકલીને ગોઠવી ટ્રેપ
ડીડોલી વિસ્તારમાં આવેલા માર્ક પોઈન્ટ કોમ્પલેક્સમાં છેલ્લા થોડા સમયથી ગોરખધંદો થતો હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. જોકે પોલીસ રેડ પાડવા પહોંચે તે પહેલા જ આવા તત્વોને ગંધ આવી જતાં ફરાર થઈ જતા હતા. પરંતુ આ વખતે ઓપરેશન પાર પાડવા પોલીસે ડમી ગ્રાહક મોકલીને ટ્રેપ ગોઠવી હતી. જે બાદ પોલીસે મહિલા ટીમ સાથે દરોડા પાડતાં 8 મહિલા, 5 પુરુષો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
ગોરખધંધાની મુખ્ય સૂત્રધાર ભાવનગરની મહિલા બહારથી ગ્રાહકો અને લલનાને બોલાવી ગોરખધંધો કરાવતી હતી. પોલીસે તમામની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.