સુરતઃ શહેરના પોશ વિસ્તાર લીંબાયત ગોડાદરામાંથી ગુમ થયેલી યુવતી પારલે પોઇન્ટ વિસ્તારમાંથથી ગંભીર રીતે ઘાયલ થયેલી હાલતમાં મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. 18 વર્ષીય યુવતીને હાલ તો સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે, યુવતી અહીં કેવી રીતે પહોંચી અને આવી હાલત કેમ થઈ તેને લઈને અનેક પ્રકારના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતી પર બળાત્કાર થયો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
18 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરી યુવતીને 3 માળની ઇમારત પરથી ફેંકી દેવામાં આવી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમરા પોલીસે 307 અને 376 કલમ મુજબ ગુનો નોંધ્યો છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારી આ તપાસમાં જોતારાયા છે. આ ઘટનામાં અનેક રહસ્યો બહાર આવે તેવી શકયતા છે. ગોડાદરામાંથી ગુમ થયેલ યુવતી પીપલોદ કેવી રીતે પહોંચી તે મોટો સવાલ છે.
પારલે પોઇન્ટ ખાતે આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના નીચે ઇજાગ્રસ્ત હાલતમાં યુવતી મળી આવી હતી. વોચમેનને જાણકારી મળતા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. જેને કારણે પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
સુરતના પોશ વિસ્તારમાં 18 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજારી ત્રીજા માળેથી ફેંકી દીધી? પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Dec 2020 04:22 PM (IST)
18 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરી યુવતીને 3 માળની ઇમારત પરથી ફેંકી દેવામાં આવી હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમરા પોલીસે 307 અને 376 કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
તસવીરઃ ઇજાગ્રસ્ત હાલતમાં યુવતી મળી આવતાં ઘટનાસ્થળે પહોંચેલી ઉમરા પોલીસ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -