સુરતઃ સુરતના હોડીબંગલા મુસીબતપુરા વિસ્તારમાં પોલીસે 26 વર્ષના યુવકના 15 વર્ષની સગીરા સાથેના નિકાહ અટકાવી યુવક, તેના માતા-પિતા, તરુણીના માતા-પિતા અને કાઝી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ રવિવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં કોઈએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે, લાલગેટ હોડીબંગલા મુસીબતપુરા ઇકબાલ ભરૂચીના ત્યાં 15 વર્ષની છોકરીના લગ્ન થાય છે. કંટ્રોલ રૂમમાંથી લાલગેટ પોલીસને જાણ કરાતાં પીસીઆર-31નો સ્ટાફ ધસી ગયો હતો. પોલીસ પહોંચી ત્યારે કાઝી જાવીદ હુસેન મોહરમઅલી અન્સારી ( રહે.ઘર નં.3036, અકબર સઈદનો ટેકરો, પઠાણવાડા, રૂસ્તમપુરા, સુરત ) ખેડા જીલ્લાના નડીયાદના શ્રમજીવીની 15 વર્ષની સગીરાના નિકાહ હોડીબંગલા મુસીબતપુરા ઘર નં.7/3058 માં રહેતા 55 વર્ષીય રીક્ષાચાલક મોહમદ ઇકબાલ ગુલામ મુસ્તફા શેખના 26 વર્ષીય પુત્ર મોહમદ ફૈઝાન સાથે કરાવતા હતા.
પોલીસે યુવક અને તરુણીના જન્મ પ્રમાણપત્રના આધારે ખરાઈ કર્યા બાદ બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમનની કલમ 9,10,11 મુજબ યુવક, તેના માતા-પિતા, તરુણીના માતા-પિતા અને કાઝી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતઃ 15 વર્ષની છોકરી સાથે 26 વર્ષનો યુવક શું કરતો હતો કે પોલીસ પહોંચી ગઈ ને .............
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Nov 2020 01:55 PM (IST)
લાલગેટ હોડીબંગલા મુસીબતપુરા ઇકબાલ ભરૂચીના ત્યાં 15 વર્ષની છોકરીના લગ્ન થાય છે. કંટ્રોલ રૂમમાંથી લાલગેટ પોલીસને જાણ કરાતાં પીસીઆર-31નો સ્ટાફ ધસી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -