Surat: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલી યુવતીના મોતના મામલામાં મોટો ખુલાસો થયો છે. માંડવીના પુના ગામની યુવતીનો બારડોલીના મોરી ઉછરેલ ગામથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સગા ફોઈના દીકરાએ પ્રેમ સંબંધમાં હત્યા કરી યુવતીને લટકાવી દીધી હતી.

જુનિયર ક્લાર્કની પરીક્ષાના દિવસે યુવતી પરીક્ષા આપવા જવાનું કહી નીકળી હતી. જે બાદ અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સગા ફોઈના દિકરાએ હત્યા કરી હતી. હત્યા પહેલા યુવતીને ઝેરી દવા પીવડાવી બાદમાં તેના જ દુપટ્ટા વડે લટકાવી દીધી હતી. હત્યા બાદ યુવતીના મોબાઈલ પરથી તેણીના પિતાને આત્મહત્યા કરું છું એવો પોલીસને ગેર માર્ગે દોરવા મેસેજ કર્યો હતો. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી હતી.


ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવાની લાલચ આપી હોટલમાં લઇ ગયો યુવક


સુરતના લિંબાયતમાં પાડોશી યુવકે કિશોરી પર દૂષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. યુવકે તેના પાડોશમાં રહેતી કિશોરીની સાથે પહેલા મિત્રતા કરી ત્યારબાદ સોશિયલ મીડિયામાં વીડિયો મોકલી લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે સિવાય આરોપીએ પીડિતાને ઇન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી આપવાની લાલચ આપી ડીંડોલી વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરી સાથે દૂષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે યુવક પીડિતાને ત્રણ વખત હોટલમાં લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી આરોપીએ પીડિતાને આ વાત ની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે કિશોરીએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પત્નીના પ્રથમ લગ્ન અને પરપુરુષ સાથેના સંબંધો DNAમાં આવ્યા બહાર


10 વર્ષના લગ્નજીવન બાદ પતિએ પત્ની સામે દુષ્કર્મ કેસ દાખલ કરવા અદાલતમાં દાદ માગી ફરિયાદ નોંધાવી છે. પત્નીએ પોતાના પહલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કરી બે સંતોનની માતા બાદ પતિને પહેલાં લગ્નની જાણ થઈ હતી. સમગ્ર ઘટના અંગે તપાસ કરાવતાં પોતાના લગ્ન બાદ થયેલાં બે સંતાનો પૌકી એક સંતાન કોઈ ત્રીજા વ્યક્તિનું હોવાનું ડીએનએ ટેસ્ટમાં બહાર આવતાં પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વડોદરા શહેરમાં અને સમગ્ર દેશમાં કાર્યરત વડોદરાની સંસ્થા સેવ ઈન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા પત્ની પીડિતા પુરુષોને ન્યાય અપાવવા કામગીરી કરવામાં આવે છે. પોલીસે યુવાનની ફરિયાદ ન સ્વીકારતાં તેમણે સંસ્થાની મદદથી અદાલતનું શરણું લીધું.