સુરત: થાઇલેન્ડમાં યોજાનારી એશિયન એરોબિક ચેમ્પિયનશિપમાં આર્થિક સંકડામણના કારણે સુરતનો નિશાંત ચૌહાણ નામનો ખેલાડી ભાગ ન લઈ શક્યો. આ બાબતે ગુજરાતની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત સૂત્ર માત્ર વાહવાહી લુંટવા માટે જ છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી સુરતથી આવે છે. ભાજપના શાસકો અને તેની નીતિને કારણે નિશાંત ચૌહાણ મેડલથી વંચિત રહ્યો છે. જાહેરાતોમાં રૂપિયા ખર્ચાય છે પરંતુ ખેલાડીઓને સહાય મળતી નથી. રાષ્ટ્ર અને રાજ્યના ગૌરવને પણ ભાજપના શાસકોએ નુકશાન કર્યું છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો મનીષ દોશીનો સરકાર પર ગંભીર આરોપો કર્યા હતા. સરકારે આર્થિક મદદ ન કરતા ગોલ્ડ મેડલ જીતેલો ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ ન લઈ શક્યો. સુરતના બે ખેલાડી આર્થિક પરિસ્થિતિ નબળી હતી. તેમણે કહ્યું કે, રૂપિયા દોઢ લાખનો ખર્ચ હતો જે સરકારે ના આપ્યો.
આ APMCમાં ભાજપનો ભગવો લહેરાયો
ઝાલોદની એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરીયાની પેનલની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ બાબુ કટારાની પેનલની હાર થઈ છે. ઝાલોદ એપીએમસીમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ઝાલોદ એપીએમસીમાં ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના પિતા અને પૂર્વ સાંસદ બાબુ કટારા તેમજ પૂર્વ ડીઆઈજી બિ.ડી.વાધેલા અને પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરીયાની પેનલ વચ્ચે જંગ જામી હતી. એપીએમસીમાં સંઘ વિભાગની એક બેઠક, વેપારી વિભાગની 4 બેઠક અને ખેડુત વિભાગની 10 બેઠક માટે ચુંટણી યોજાઈ હતી.
સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિજય સરઘસ કાઢ્યું
જેમા સંઘ વિભાગની 1 બેઠકમાં ભાજપ, વેપારી વિભાગની 4 બેઠકમાં 2 ભાજપે અને 2 કોંગ્રેસે જીત મેળવી હતી જ્યારે ખેડુત વિભાગની 10માથી 10 બેઠક ભાજપે કબ્જે કરી હતી. ત્યારે 15 બેઠકમાંથી 13 બેઠક ભાજપે કબજે કરી એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. એપીએમસીમાં પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરીયાની પેનલે જીત મેળવતા વિધાનસભાના દંડક રમેશ કટારાએ મોઢુ મીઠુ કરાવી જીતની ઉજવણી કરી હતી. આ ઉપરાંત સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિજય સરઘસ કાઢ્યું હતું.
આ પણ વાંચો.....