સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એક વિદ્યાર્થીએ પરીક્ષા જ આપી ન હોવા છતાં પરિણામ જાહેર કર્યું હતું.




મળતી જાણકારી અનુસાર, વલસાડની લૉ કોલેજે યુનિવર્સિટીને લેખિત જાણ કરી હતી કે તેમના એક વિદ્યાર્થીએ એલએલબી સેમ-6ની પરીક્ષા આપી ન હતી છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ આપવામાં આવ્યા છે. કોલેજે યુનિવર્સિટીને પત્ર લખીને એક વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની સાથે તે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ રદ કરવા પણ જણાવ્યું હતું.


સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં વધુ એક વિવાદ વકર્યો


રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાંથી વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી યૂનિ દ્વારા લેવામાં આવેલા એક વિષયને બંધ કરવાના નિર્ણયને લઇને હવે વિવાદ વકર્યો છે. ખરેખરમાં, સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીએ ભારતીય સંસ્કૃતિ વિષયને બંધ કરવાને લઇને નિવેદન આપ્યુ હતુ. 


મળતી માહિતી પ્રમાણે, રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવામાં આવશે, ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાના નિવેદન અને પરિપત્રને લઇને ભારે વિરોધ અને હોબાળો મચ્યો હતો. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, યૂનિવર્સિટીમાંથી હવે ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવામાં આવશે, પરંતુ પરંતુ ભારે વિરોધ અને વિવાદ થયા બાદ યૂનિવર્સિટીના સત્તાધિશોએ ગણતરીના કલાકોમાં યુટન મારી લીધો છે. સત્તાધિશોએ હવે પરિપત્રને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમને ફેરવી તોળતા કહ્યું કે, આ અભ્યાસક્રમ બંધ કરવામાં આવ્યો નથી માત્ર વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તમે આ અભ્યાસક્રમ પસંદ ના કરો. તેમને વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્ય સરકાર અનુદાનિત કૉલેજોમાં ભારતીય સંસ્કૃતિ વિષયના પ્રૉફેસરોની ભરતી કરશે.


દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓનું લિસ્ટ જાહેર


દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓના રેન્કિંગને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ક્વાક્યૂરેલી સઇમન્ડ્સ (Quacquarelli Symonds) (QS) વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગ્સ 2024 સામે આવી ચૂક્યુ છે, જેમાં ભારતની કેટલીય IIT, IISc અને યૂનિવર્સિટીઓ પણ સામેલ છે. જોકે, આ વર્ષે IISc બેંગ્લૉરે તેના રેન્કિંગમાં ખુબ પછડાટ ખાધી છે. ગયા વર્ષે IISc બેંગ્લૉરે 155મી રેન્ક હાંસલ કરી હતી. આ વર્ષે જ્યારે સંસ્થા રેન્કિંગમાં ખુબ નીચે ઉતરી ગઇ છે, ત્યારે IISc બેંગ્લૉરે 225મી રેન્ક મેળવી છે, વળી, IIT બોમ્બે ગયા વર્ષે 172માં સ્થાને હતું, તો વખતે તેમાં સુધારો આવ્યો છે, અને IIT બોમ્બે 149માં સ્થાને છે.