સુરતઃ ઉત્તરાયણ અગાઉ વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં બન્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના અડાજણ-પાલ રોડ પર એક માસુમ અગાસી ઉપરથી પટકાતા તેનું મોત થયું છે. ધોરણ 1માં માસુમ તનય પતંગ ચગાવતા બહેન અને તેના મિત્રોની નજર સામે જ નીચે પટકાયો હતો. એગ્રીકલચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપકના એકના એક દીકરાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


મળતી માહિતી અનુસાર તનય રોજ નીલકંઠ એવન્યુના તેના મિત્રો સાથે ધાબા પર રમવા જતો હતો. એની મોટી બહેન એની સાથે જ રહેતી હતી. ગુરૂવારની સાંજે તનયે પતંગ ચગાવવાની જીદ કરતા માતાએ પતંગ લાવી આપી હતી. તે બહેન અને બીજા મિત્રો સાથે ધાબા પર ગયો હતો. પરંતુ અચાનક બુમાબુમ થતા લોકો ભેગા થઈ ગયા હતા. માતાએ દોડીને જોયું તો તનય અગાસી ઉપરથી એટલે કે લગભગ 60-70 ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. તનયને માથા અને છાતીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ અડાજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


તનયના પિતા હિરેન પટેલે આ  રડતાં રડતાં  કહ્યું કે, મારો દીકરો તનયને પહેલી જ વાર પતંગ આપ્યો હતાો ને પહેલીવાર પતંગ ચગાવવા ગયો હતો. આ દુર્ઘટનાથી અમે તૂટી ગયા છીએ.  


ગુજરાત યુથ કોંગ્રેસના નવા પ્રમુખ છે ઉચ્ચ શિક્ષિત,  જાણો ક્યા વિષય સાથે કર્યું છે  M.Sc. ? વતન ક્યું છે ? 


 


smartphones of 2021:આ વર્ષે આ સ્માર્ટ ફોને બજારમાં મચાવી ધૂમ, જુઓ યાદી


 


ફિલ્મોમાં નિષ્ફળ આ સ્ટાર પુત્રે ખરીદી 26 લાખ રૂપિયાની Ducati Streetfighter V4 S બાઈક, પોતે જ પોતાને આપી ગિફ્ટ...


 


Hyundai Tucson ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર, 10.25 ઇંચ સ્ક્રીન સાથે મળી શકે છે આ પાવરફુલ એન્જિન