Surat Suicide Case: સુરતમાં મહિલા ડૉક્ટરના આપઘાતની ઘટનાથી હડકંપ મચી ગયો છે. સુરતમાં 28 વર્ષીય એક મહિલા ડોક્ટરે સરથાણામાં ચાય કેફેના 9મા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યુ છે. કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ કારણ સામે આવ્યુ નથી, પરંતુ મંગેતર સાથેના અણબનાવના કારણે આત્મહત્યા કરી હોવાનુ અનુમાન સેવાઇ રહ્યું છે. મહત્વનું છે કે, મૃતક મહિલા ડૉક્ટરનું નામ રાધિકા કોટડિયા છે અને છ મહિના પહેલા જ તેની સગાઇ થઇ હતી. આગામી 19મી ફેબ્રુઆરી 2026ના દિવસે લગ્ન થવાના હતા. હાલમાં પોલીસે રાધિકાના આપઘાતને લઇને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સુરતમાં રાધિકા નામની મહિલા ડૉક્ટરે સરથાણામાં ચાય કેફેના 9મા માળેથી મોતની છલાંગ લગાવતા ખળભળાટ મચી ગયો છે. માહિતી પ્રમાણે, સુરત પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી રાધિકા કોટડીયા નામની મહિલાએ આપઘાત કરી લીધો છે. સરથાણા જકાતનાકાના ચાઇલટ પાર્ટનર કાફેમાં એકલા ગયા બાદ ફિઝિયોથેરાપિસ્ટે નવમા માળેથી ઝંપલાવીને મોત વ્હાલુ કર્યું. રાધિકાની 6 મહિના પહેલા એક યુવક સાથે સગાઈ થઈ હતી અને 19 ફેબ્રુઆરીના રોજ લગ્ન લેવાયા હતા. રાધિકા રોજ પોતાના મંગેતર સાથે સુરતના ચાય પાર્ટનર કેફેમાં જતી હતી. 21 નવેમ્બરના રોજ પણ તે પોતાના રુટિન મુજબ સાંજે 7.15 કલાકે કેફેમાં ગઈ હતી. બધા કપલ મસ્તીની પળ માણી રહ્યા હતા ત્યારે રાધિકા અચાનક ઉભી થઈ હતી, અને નવમા માળે આવેલા કેફેની બાલ્કનીમાંથી સીધું નીચે ઝંપલાવી દીધું હતું.
રાધિકાનો પરિવાર મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનો રહેવાસી છે. જે સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. જમનભાઈ કોટડીયાના 28 વર્ષીય દીકરી રાધિકાએ આવું પગલું કેમ ભર્યું તે પરિવાર માટે પણ શોકિંગ બાબત છે. કોટડિયા પરિવારમાં માતાપિતા, એક દીકરો-દીકરી છે. જમનભાઈ હીરાના કારખાનામા રત્ન કલાકાર તરીકે કામ કરે છે. તેમજ રાધિકા પોતાનું ફિઝિયો ક્લિનિક પણ ચલાવે છે. રાધિકાએ કેમ મોતનું પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી. દીકરીના મોતના પગલે કોટડીયા પરિવારમાં માતમ છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણ બનાવોના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, હાલ સુરત પોલીસ કારણ જાણવાની દિશામાં તપાસ કરી રહી છે.