Surat News: ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિના પહેલા લગ્ન કરનારી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. નવોઢાના હાથમાંથી હજી મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો ત્યાં જ આવું પગલું ભરતા અનેક પ્રકારના તર્કવિતર્ક થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રની યુવતિના સુરતના યુવક સાથે થયા હતા લગ્ન
મહારાષ્ટ્રની 21 વર્ષીય અશ્વિની સાગર ઢિવરે નામની યુવતિના એક મહિના પહેલા સુરતના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે સાસરે ડીંડોલી વિસ્તારમાં આવેલા મોદી એસ્ટેટ ખાતે રહેતી હતી. તેણે અગમ્ય કારણોસર જીવન ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થયા બાદ પરિવારજનોએ 108ને કોલ કર્યો હતો, 108 એ આવીને યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. જે બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. બનાવની જાણ થતા ડીંડોલી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
સુરતમાં શેઠાણીના ત્રાસથી નોકરાણીએ આપઘાત કર્યો
સુરતમાં નોકરાણીએ શેઠાણીના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ખટોદરા અંબા નગરમાં એક મહિલાએ પોતાની શેઠાણીના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. વાસ્તવમાં મૃતક જયશ્રી જાદવ ઘર કામ કરતા હતા. દરમિયાન જેમના ઘરે કામ કરતા હતા તે શેઠાણી પાસેથી મૃતક મહિલાએ બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ બાદમાં શેઠાણી તરફથી કરવામાં આવતી પઠાણી ઉઘરાણીથી કંટાળીએ મહિલાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
મૃતક મહિલાના પતિ ગૌતમ જાદવે શેઠાણી પર આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની જયશ્રીએ ઘર લેવા માટે શેઠાણી પાસેથી 2 લાખ ઉછીના લીધા હતા. પ્રતિમાસ હજાર-બેહજાર પાછા આપવાની શરતે આ રૂપિયા લીધા હતા પરંતુ શેઠાણી તરફથી વારંવાર રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. જેનાથી જયશ્રી ખૂબ માનસિક તણાવમાં રહેતી હતી. આખરે તેણે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક મહિલાએ મરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે પોતાના મોત માટે શેઠાણીને જવાબદાર ગણાવી હતી. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી. ગૌતમ જાદવએ જણાવ્યું હતું કે જયશ્રી સાથેના 23 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે દીકરીઓ છે. હાલ બન્ને અભ્યાસ કરી રહી છે. અમે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
Join Our Official Telegram Channel: