સુરતઃ શહેરના 30 વર્ષીય બિઝનેસમેનને તેના અશ્લીલ ફોટા વાયરલ કરી દેવાની ધમકી મળી હતી. આ સાથે તેને ત્રણ અશ્લીલ ફોટોગ્રાફ સેન્ડ કર્યા હતા. બિઝનેસમેન ફોટા જોઇનો ગભરાઈ ગયો હતો અને તેણે સાઇબર ક્રાઇમમાં આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.
બિઝનેસમેનની ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમે તપાસ કરતાં મેસેજ મોકલનારનું નામ જાણીને ચોંકી ઉઠી હતી. કારણ કે, આ બીજું કોઈ નહીં, પરંતુ ખૂદ બિઝનેસમેનની જ હતી. બિઝનેસમેન અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલું હતું, જેને કારણે તે પિયર ચાલી ગઈ હતી. એટલું જ નહીં, વાત છૂટાછેડા સુધી પહોંચી જતાં ખૂદ પત્નીએ પતિ સામે ગુસ્સો કાઢવા આ કામ કર્યું હતું.
યુવતીએ સોશિયલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવી પતિને તેના અશ્લીલ ફોટા સાથે મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ જોઇને બિઝનેસમેન ચોંકી ગયો હતો અને ફોટા વાયરલ થાય તો સમાજમાં બદનામી થવાનો પણ ડરી લાગી રહ્યો હતો.
આથી બિઝનેસમેને આ મામલે પોલીસની મદદ લીધી હતી અને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ કરતાં ખૂદ તેની પત્ની જ નીકળી હતી. યુવતીએ ગુસ્સામાં આવી અશ્લી ફોટોગ્રાફ મૂક્યા હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું. બિઝનેસમેનના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી અણબનાવને કારણે ઝઘડો થતો હતો, જેને કારણે પત્ની 3 વર્ષથી પિયરમાં રહે છે.