સુરતમાં બેંક ઓફ બરોડાની મહિલા મેનેજરને અન્ય શાખાના મેનેજરે "I LOVE U" કહેતા ભળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ મહિલા મેનેજરે અન્ય શાખાના મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલા મેનેજરે સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતમાં બેંક ઓફ બરોડની મહિલા મેનેજરને અન્ય શાખાના મેનેજર આઈ લવ યુ કહી દીધું હતું. આ સાંભળીને મહિલા મેનેજર પણ ચોંકી ગઈ હતી. આ ઉપરાંત અન્ય શાખાનો મેનેજર મહિલા મેનેજરને વારંવાર ફોન કરતો હતો અને વોટ્સએપ મેસેજ પણ કરતો હતો.
અન્ય શાખાનો મેનેજર મહિલા મેનેજરને વોટ્સએપ કરીને લગ્ન માટે વારંવાર દબાણ કરતો હતો જેના બેંક ઓફ બરોડાની મહિલા મેનેજર કંટાળી ગઈ હતી. અન્ય શાખાનો મેનેજર લગ્ન માટે દબાણ કરી અવાર નવાર પરેશન કરતો હતો. કંટાળેલી મહિલા મેનેજરે સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
મહિલા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે છેડતીના ગુન્હામાં બેંક મેનેજર રામુ જનાર્દન બીડીડીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત: બેંક ઓફ બરોડાની મહિલા મેનેજરને અન્ય શાખાના મેનેજરે 'I LOVE U' કહ્યું પછી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 09:38 AM (IST)
સુરતમાં બેંક ઓફ બરોડની મહિલા મેનેજરને અન્ય શાખાના મેનેજર આઈ લવ યુ કહી દીધું હતું. આ સાંભળીને મહિલા મેનેજર પણ ચોંકી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -