સુરતઃ સુરતમાં એક વેપારીને શારીરિક સુખ માણવાના બહાને તેનો યુવતી સાથે કઢંગી હાલતમાં વીડિયો ઉતારીને બ્લેકમેઈલિંગ કરવાના કેસમાં બે યુવતીની ધરપકડ કરાઈ છે. યુવતીઓનો સાગરિત યુવક ફરાર થઈ ગયો છે.
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતાં યુવકને શારીરિક સંબંધો બાંધવા પોતાના મિત્ર પાસેથી એક યુવતીનો નંબર લીધો હતો. મિત્રે રાંદેરમાં રહેતી યુવતીનો ફોન નંબર આપ્યો હતો. યુવક ફોન કરીને યુવતીના રાંદેર વિસ્તારમાં આવેલાં યુવતીના ઘરે ગયો હતો.
ઘરમાં યુવક અને યુવતી શારીરિક સુખ માણતાં હતાં ત્યારે અચાનક દરવાજો ખોલી એક 22 વર્ષીય યુવતી મોબાઈલ લઈ અંદર ઘૂસી આવી હતી. તેણે બંનેનો શારીરિક સુખ માણતાં વીડિયો ઉતારી લીધો હતો. એ પછી એક યુવક પણ આવી ગયો હતો. તેણે યુવકને મામલો પતાવવા માટે 25 લાખ આપવા કહ્યું હતું. રૂપિયા ના આપે તો વીડિયોને ટીવી ચેનલમાં પ્રસારીત કરી દેવાની ધમકી આપી હતી.
ગભરાયેલાં યુવકે તેના મિત્રને ફોન કરીને 25 લાખ રૂપિયાની જરૂર છે એવું કહ્યું હતું. યુવકનો મિત્ર યુવતીના ઘરે પહોંચી ગયો પછી તેણે 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવતાં યુવતીઓ પકડાઈ ગઈ હતી જ્યારે યુવક ભાગી ગયો હતો.
રાંદેર પોલીસ બંને યુવતી અટકાયત કરી પૂછપરછ કરતાં ત્રણ લોકોની ગેંગ દ્વારા હનીટ્રેપનું આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું એવું બહાર આવ્યું હતું. શરીરસુખ માણવા આવેલાં યુવકોનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને પૈસા પડાવવામાં આવતા હતા. અગાઉ કેટલાં યુવકોને આ ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો છે તેની પણ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
સુરતનો વેપારી રાંદેરમાં યુવતીને ઘરે પહોંચ્યો, બંને શારીરિક સુખ માણતાં હતાં ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2020 03:03 PM (IST)
ઘરમાં યુવક અને યુવતી શારીરિક સુખ માણતાં હતાં ત્યારે અચાનક દરવાજો ખોલી એક 22 વર્ષીય યુવતી મોબાઈલ લઈ અંદર ઘૂસી આવી હતી.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -