તાપીઃ વ્યારાના સરૈયા ગામ પાસે અકસ્માત થયો છે. ટ્રક ચાલકે સામેથી આવતી બે બાઇકને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં બંને બાઇક ચાલકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક ગંભીર ઇજા થતાં સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.
અકસ્માતમાં બંને બાઇકના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. એક બાઇક ચાલક સોનગઢ કોલેજનો વિદ્યાર્થી હતો અને પોતાના ઘર તરફ જતો હતો. જ્યારે બીજો બાઇક ચાલક પોતાના બનેવીની અંતિમ વિધી પતાવી ઘરે જઈ રહ્યો હતો.
Tapi : ટ્રક અને બે બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થતા અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2021 04:40 PM (IST)
ટ્રક ચાલકે સામેથી આવતી બે બાઇકને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં બંને બાઇક ચાલકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -