Surat News: સુરતમાં 29 શાળાની માન્યતા રદ્દ કરવા ભલામણ કરવામાં આવી છે. નીતિનિયમો નેવે મૂકી ગેરકાયદેસર રીતે સ્કૂલને મંજૂરી મળતા ફરિયાદ થઈ હતી. નાથા લાલ સુખડીયાએ 72 સ્કૂલોની યાદી માનવ અધિકાર આયોગને આપી હતી. આ યાદીના આધારે તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 29 સ્કૂલોની માન્યતા રદ્દ કરવા સુરત DEO એ માનવ અધિકાર આયોગને ભલામણ કરી છે. આ સ્કૂલોમાં કોમર્શિયલ અને રેસિડન્સ વિસ્તારમાં ચલાવાતી હતી. કાયમી શિક્ષકોનો અભાવ અને ફોટોગ્રાફ સહિતના પુરાવા આપવામાં આવ્યા છે. ગમે તે સમયે આ સ્કૂલની માન્યતા રદ્દ થઈ શકે છે. આ શાળાની માન્યતા રદ્દ થઈ શકે છે

  1. હરેકૃષ્ણ વિદ્યાલય, યોગીચોક
  2. શ્રી ક્રિષ્ના વિદ્યાલય, એલ.એચ રોડ
  3. જ્ઞાનદીપ વિદ્યાલય, પૂણાગામ
  4. સીરવી હિન્દી વિદ્યાલય, પુણાગામ
  5. ભગવતી વિદ્યાલય, પૂણાગામ
  6. રાયઝન મોર્ડન સ્કુલ, નાના વરાછા
  7. સરસ્વતી વાત્સલ્ય વિદ્યાલય, નાના વરાછા
  8. અર્ચના વિદ્યાનિકેતન, માતાવાડી
  9. વન્ડરફુલ એકેડેમી, માતાવાડી
  10. અર્પણ વિદ્યાલયસ, પુણા
  11. મણિબા હિન્દી વિદ્યાભવનસ, અમરોલી
  12. જ્ઞાનદીપ વિદ્યાલય, અમરોલી
  13. કલરવ ભુલકાભવન સ્કુલ,, પૂણાગામ
  14. નાલંદા વિદ્યાલય, કાપોદ્રા
  15. શ્રી રાજેશ્વરી વિદ્યાલય, પુણાગામ
  16. નચિકેતા વિદ્યાલય, પૂણાગામ
  17. શુભલક્ષી વિદ્યાલય, પૂણાગામ
  18. જય અંબે વિદ્યાભવન, એલ.એચ રોડ
  19. શીશકુંજ વિદ્યાસંકુલ, પૂણાગામ
  20. જીવનજ્યોત વિદ્યાલય, પૂણાગામ
  21. વશિષ્ટ વિદ્યાલય, પૂણાગામ
  22. સમ્રાટ ઈન્ટરનેશનલ સ્કુલ, પર્વત પાટિયા
  23. શ્રી નચિકેતા વિદ્યાનિકેતન, પૂણાગામ
  24. પુણા લીટલ ફલાવર સ્કુલ, વરાછા રોડ
  25. રામદેવ વિદ્યાલય, પૂણાગામ
  26. જમનાબા હિન્દી વિદ્યાલય, પૂણાગામ
  27. શારદા વિદ્યાલય, પુણા
  28. ગુરુકૃપા વિદ્યાલય, પુણા
  29. સરસ્વતી હિન્દી વિદ્યાલય, પુણાગામ

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ છે, જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી ડિંડોરે ઉમેર્યું કે, પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે.