સુરત: વેવાઈ અને વેવાણના પ્રેમપ્રસંગમાં જોડી ભાગી ગયાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતાં. વેવાણના પિતા દીકરીને લેવા માટે સુરત પહોંચ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચર્ચાસ્પદ વેવાઈ અને વેવાણના પ્રેમપ્રસંગ મામલો ચગડોળે ચઢ્યા બાદ વેવાણ વિજલપુર પોલીસ સ્ટેશન હાજર થયા હતાં. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાં જેની વાત વાયુ વેગે પ્રસરતાં લોકોના ટોળે ટોળાં વેવાણને જોવા માટે પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા.
વેવાણે પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે તેમના પતિ અને પરિવારને આ મામલે જાણ કરી હતી. વેવાણે પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદન અનુસાર, આ ઘટના બની તે અમારી ભુલ છે તેવું કહ્યું હતું. વેવાણે પોલીસને કહ્યું હતું કે, હું અને વેવાઈ બંનેના પ્રેમ પ્રકરણમાં સમજૂતીથી અમે છૂટા થયા છે અને હું પોલીસ સ્ટેશન હાજર થઈ ગઈ છું.
જોકે, વેવાણ તો પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા પરંતુ વેવાણના પતિએ તેમને અપનાવવાનો ઈનકાર કરી દીધો છે તેવું જાણવા મળ્યું હતું. મહત્વની વાત એ છે કે, કોઈ સેલિબ્રિટી આવી હોય અને ઉત્સાહિત લોકો તેને જોવા ઉમટે તેમ વેવાણને જોવા માટે લોકોના ટોળાં પોલીસ સ્ટેશને જોવા મળ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગ મામલે ફોટા વાયરલ થયા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, વેવાઈ અને વેવાણ ભાગી ગયા. આ મામલો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે હજુ પણ ધૂમમચાવી રહ્યો છે.
વેવાણ-વેવાઈના પ્રેમ પ્રકરણ: વેવાણ પોલીસ સ્ટેશન તો હાજર થયા પણ પતિએ......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jan 2020 11:52 AM (IST)
વેવાણે પોલીસ સ્ટેશન હાજર થતાં પોલીસે તેમના પતિ અને પરિવારને આ મામલે જાણ કરી હતી. લોકોના ટોળે ટોળાં વેવાણને જોવા માટે પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -