SLUM FREE CITY: સ્માર્ટ સિટી અને મેટ્રો સીટી તરફ દોટ મુકી રહેલું સુરત હવે સ્લમ ફ્રી સિટી બનાવા જઈ રહ્યું છે. છેલ્લા એક દાયકામાં સુરત શહેરમાં પંદરેક ટકા જેટલો સ્લમ વિસ્તાર ઘટ્યો છે. 2011માં સુરતમાં 20.87 ટકા વિસ્તાર સ્લમ હતો પરંતુ સરકારની વિવિધ યોજના હેઠળ આવાસ બનતાં સ્લમ વિસ્તાર ઘટીને 5.99 ટકા થયો છે. કેન્દ્રની યુપીએ સરકારની જે.એન.યુ.આર.એમ. યોજના સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટેનું બળ આપી ગઈ હતી.


આ યોજના હેઠળ સુરતના તાપી નદીના કિનારે વસેલી બાપુનગર નામની સુરતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ઉપરાંત ગોપીતળાવ ઝુંપડપટ્ટી સહિત શહેરની અનેક ઝૂંપડપટ્ટીનું સ્ળાંતર શક્ય બન્યું હતુ. આ યોજના શરૃ થઈ તે પહેલાં એટલે સુરતમાં 2011માં સ્લમ વિસ્તાર 20.87 ટકા હતો. પરંતુ જે.એન.યુ.આર.એમ. યોજના ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, વામ્બે આવાસ, એલ.આઈ.જી., ઇડબલ્યુએસ આવાસ સહિતના અનેક આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ શહેરમાં 94888 આવાસ બન્યા છે. જેના કારણે હાલ સ્લમ વિસ્તાર ઘટીને 5.99 ટકા થઇ ગયો છે. આ આંકડો આગામી દિવસમાં વધુ ઘટવાની શક્યતા છે. 


સુરત મ્યુનિ. આગામી દિવસોમાં વધુ દસેક હજાર આવાસનો ડ્રો કરવા માટે આયોજન કરી રહી છે. આ ઉપરાંત શહેરમાં આવાસ માટે 2.54 લાખ ચો.મી. જગ્યા અનામત છે, તેની નાની સમસ્યા છે તે દુર કરવામાં આવે તો 17547 જેટલા આવાસ બની શકે તેમ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનો સાથે મેળવીને સુરત મ્યુનિ. શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે આયોજન કરી રહી છે. સુરત મ્યુનિ. અને સરકારી જગ્યામાંથી સ્લમ વિસ્તાર દુર કરવાની કામગીરી સરળ છે. પરંતુ ખાનગી જગ્યામાં બનેલી ઝૂંપડપટ્ટી સુરતને સ્લમ ફ્રી બનાવવા સામે મોટો પડકાર છે.



મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણના ભાવમાં વધારાને કારણે એપ્રિલ 2022માં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 15 ટકાને વટાવી ગયો
WPI Inflation: એપ્રિલ મહિનામાં ફુગાવો ફરી વધ્યો છે. એપ્રિલ 2022ના મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવાનો દર ( WPI based Inflation) 15 ટકાને વટાવી ગયો છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 15.08 ટકા રહ્યો છે, જ્યારે માર્ચમાં તે 14.55 ટકા હતો. ફેબ્રુઆરી 2022 માં, જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર 13.11 ટકા હતો. છેલ્લા પાંચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો આ સર્વોચ્ચ સ્તર છે. જાન્યુઆરી 2022માં ફુગાવાનો દર 12.96 ટકા હતો. ફુગાવાનો દર એક વર્ષથી વધુ સમયથી સતત ડબલ આંકડામાં છે. માર્ચ 2021માં જથ્થાબંધ ફુગાવો 7.89 ટકા હતો.વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્ચ 2022 મહિનામાં ફુગાવાના દરનું મુખ્ય કારણ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓની કિંમતોમાં વધારો છે, જે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે ઊભી થઈ છે.