ગાંધીનગરઃ માવઠાથી થયેલા નુકસાન મુદ્દે બે દિવસમાં સહાય પેકેજ રાજ્ય સરકાર જાહેર કરે તેવી સંભાવના છે. મળતી જાણકારી અનુસાર, 55 તાલુકામાં માવઠાથી થયેલા નુકસાન મુદે બે દિવસમાં સહાય પેકેજની જાહેરાત થશે. બાગાયતી પાકને નુકસાન થયું હશે તો પણ સહાય ચૂકવવામાં આવશે.


કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે CMO સુધી પહોંચ્યો છે. બે  દિવસમાં મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સહાયની જાહેરાત થશે. સર્વેના આંકડાઓ અને કૃષિ વિભાગના પ્રપોઝલ અંગે નિર્ણય લેવાશે. સર્વેમાં ખેડૂતોને કેટલી સહાય મળશે એની પણ જાહેરાત થશે.

કમોસમી વરસાદ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યો છે. કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ.રાજ્ય સરકાર આવી આફતો સમયે ઉદાર હાથે સહાય કરે છે.  છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને નુકસાનીમાં 10 હજાર કરોડથી વધુ સહાય કરી છે. કુદરતી આફતોમાં સહાય આપવાની પ્રક્રિયા લાંબી હોય છે. અગાઉના કમોસમી વરસાદમાં સર્વે બાદ અલગ અલગ ખાતામાંથી ફાઈલ પસાર થાય છે. 13 જિલ્લાના 55 તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. 33 ટકાથી વધુ નુકસાન થયું હોય એમને લાભ મળશે.


Gujarat Weather Update: રાજ્યના 36 તાલુકામાં વરસાદ, ગોંડલમાં દોઢ ઈંચ વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો


Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે રાતથી જ વરસાદ શરુ થયો હતો. તો બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારના બે કલાકમાં ગોંડલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે કોટડા સાંગાણી અને જામકંડોરણામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.


સવારના બે કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં કોડીનાર, માંગરોળ, કેશોદ અને મેંદરરડામાં અડધો-અડધો ઇંચ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો હતો. ગોંડલ યાર્ડમાં મરચાની ભારી મોટા પ્રમાણમાં પલળી ગઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તૈયાર મરચાનો પાક પલળી જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક બાજુ મરચાના ભાવ આસમાને તો બીજી બાજુ સતત બીજી વખત મરચાનો પાક માર્કેટિંગ યાર્ડમાં પલળ્યો છે. મરચાની સાથે ડુંગળીનો પાક પણ પલળ્યો છે.


ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં કમોસમી વરસાદે મોનસૂન જેવો માહોલ સર્જી દીધો છે