પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઉત્તરાયણના દિવસે પોલીસને યુવકની લાશ મળી હતી. યુવકની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ હતું તેથી પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક યુવક ગંગાસિહ રમાકાંત હોવાનું બહાર આવ્યું હતું. ગંગાસિંહ સચિન જીઆઈડીસીમાં તળગપુર ગામમાં રહેતો હતો.
પોલસી તપાસમાં બહાર આવ્યું કે, ગંગાસિંહને એક પરીણિત યુવતી સાથે શારીરિક સંબંધ હતા. યુવતી ગંગાસિંહના ઘરે ગૂપચૂપ જતી અને બંને રંગરેલિયાં મનાવતાં હતાં. પોલીસને આ યુવતીના કમલેશ રામપાલ યાદવ સાથે પણ શારીરિક સંબંધો હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી કમલેશના ઘરે રસોઈ કરવા અને અન્ય કામ માટે જતી હતી. પોલીસે કમલેશ ઉત્તરાયણના દિવસે ક્યાં હતો તેની તપાસ કરતાં તે ગંગાસિંહને મળ્યો હોવાની ખબર પડી હતી. પોલીસે તેની અટકાયત કરીને આકર પૂછપરછ કરતાં તેણે મિત્ર બ્રિજમોહન છોટેલાલ ગુપ્તા સાથે મળીને ગંગાસિંહની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી છે.