સુરતની રિવરડેલ શાળામાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે.  શહેરના અડાજણ પાલ વિસ્તારમાં આવેલી રિવરડેલ સ્કૂલમાં એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ શાળામાં કોરોના ટેસ્ટિંગની કામગીરી કરાતા આજે વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા.  તો સંસ્કાર ભારતી શાળામાં પણ એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા બંને સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.


જો કે  રિવરડેલ શાળામાં સંક્રમિત થયેલા બાળકના વાલીની બેદરકારી સામે આવી છે. કેમ કે ચાર દિવસ પહેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો છતાં વાલીએ શાળાને જાણકારી આપી નહોતી.


ઓમિક્રોન વાઇરસને લઈને આઈએમએ દ્વારા જાહેર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલકોએ આઇએમએ પાસેથી સૂચનો મંગાવ્યા હતા . સ્વનિર્ભર શાળા સંચાલક તેમજ વાલીઓ માટે ૧૦ જેટલા સૂચનોની માર્ગદર્શીકા જાહેર કરી છે. શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી વોટર બોટલમાં લાવે. પોતાના નાસ્તા બોકસમાં શક્યતઃ ગરમ અને રાંધેલો નાસ્તો લાવે.



 વિદ્યાર્થી દહી - છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહે. શાળા પણ નાસ્તામાં કે જમવામાં દહીં - છાસ જેવા ઠંડા પદાર્થ ના આપે. શાળાનાં શિક્ષકો અને સ્ટાફ પણ એન -૯૫ માસ્ક પહેરે. શિક્ષકો ભણાવતી વખતે ફેઇસ શિલ્ડ પહેરીને પણ ભણાવી શકે.


કોઈપણ બાળકનાં શાળામાં પ્રવેશ વખતે જ એને તાવ, શરદી, ઉધરસ નથી એ તપાસી લેવામાં આવે.  શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ એન -૯૫ માસ્ક જ પહેરે. વાલીઓ ખાસ જો પોતાના બાળકને જરા પણ તાવ, શરદી કે ઉધરસ જેવું જણાય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લે અને ખાસ બાળકને શાળાએ ના મોકલે.


IAF Helicopter Crash: સંસદમાં રાજનાથ સિંહે કહ્યુ- 'આ દુર્ઘટના પર તપાસના આદેશ અપાયા છે'


India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર


Rajkot: સિટી બસે ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ PSIનું નિધન, રજા હોવાથી બહાર નિકળ્યા ને મોત આંબી ગયું...


લાલુપ્રસાદનો પુત્ર તેજસ્વી આજે ક્રિશ્ચિયન યુવતીને પરણશે, જાણો કોણ છે આ યુવતી ? તેજસ્વી સાથે કઈ રીતે થયો પરિચય ?