Surat, Tiranga Yatra: સુરતમાં આજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આજે સુરતમાં તિરંગા યાત્રામાં ભાજપના નેતાઓ, શાળાના બાળકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. 




આજે સવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના હસ્તે શહેરના ઉઘના બસ સ્ટેશન વિસ્તારમાથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, આજની આ તિરંગા યાત્રાનું આયોજન સુરતન મનપા દ્વારા કરવામાં આવ્યુ હતુ, આમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને બીજા કેટલાય નેતાઓ જોડાયા હતા.




ખાસ વાત છે કે, ઉઘનાથી શરૂ થયેલી આ સુરતની તિરંગા યાત્રામાં શાળાના બાળકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને નેતાઓની સાથે તેમની પણ તિરંગા શપથ લીધા હતા.










ગઇકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં તિરંગા યાત્રાનું કરાવ્યુ હતુ પ્રસ્થાન -