સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ સુરત જિલ્લામાં છે. આજે પણ સુરત ગ્રામ્યમાં કોરોનાના વધુ 54 કેસ નોંધાયા છે. જેમાંથી માંડવી તાલુકામાં 1 , ચોર્યાશીમાં 6 ,બારડોલીમાં 9 ,ઓલપાડમાં 18, કામરેજમાં 5 અને પલસાણામાં 15 કેસ નોંધાયા છે. આજ સુધી સુરત જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 1178 એ પહોંચી ગો છે. આજ સુધી જિલ્લામાં કુલ 35 લોકોના મોત થયા છે.

સુરત જિલ્લામાં વધી રહેલા કોરોનાના વ્યાપને લઈ નગરપાલિકાઓ સતર્ક બની છે. એક બાદ એક નગર પાલિકાઓએ દુકાનો ખુલી રાખવાના સમય પર પાબંદી લગાવી છે. તરસાડી બાદ કડોદરા નગર પાલિકા પણ હવે 8 થી 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નગર પાલિકામાં આવતા તમામ દુકાનદારોએ સેનેટાઇઝર , તેમજ માસ્ક અને ગ્લોવ્ઝ ફરજીયાત રાખવાના રહેશે. નિયમ ભંગ કરનાર દુકાનદાર ને પાલિકા દ્વારા 5000નો દંડ ફટકારવામાં આવશે. દર રવિવારે ફરજીયાત દુકાનો બંધ રાખવામાં આવશે.