સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત થયાની ઘટનાઓ બની હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના કતારગામમાં ઢળી ગયા બાદ રત્નકલાકારનું મોત થયું હતું. જ્યારે હજીરામાં પણ એક કર્મચારીનું બેભાન થયા બાદ મોત થયું હતું. બંન્નેના મોત હાર્ટ અટેકથી થયાની આશંકા છે. હજીરામાં 29 વર્ષીય ક્રિષ્ના શાહનું ઢળી પડ્યા બાદ મોત થયું હતું.
હીરાના કારખાનામાં કામ કરતાં કતારગામના 36 વર્ષીય ગજાનંદ ચૌહાણ અચાનક ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે સ્મીમેર લઇ જવામાં આવતા ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હજીરામાં એએમએનએસ કંપનીમાં કામ કરતાં 29 વર્ષીય ક્રિષ્ણા શાહનું મોત થયું હતું. બેભાન થયા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
તાજેતરમાં જ સુરતમાં અચાનક બેભાન થયા બાદ મોતની ઘટનાઓમાં વધારો થયો છે. એક સપ્તાહ અગાઉ સરથાણા અને જહાંગીરપુરામાં હાર્ટ અટેક આવ્યા બાદ બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. સરથાણા અને જહાંગીરાબાદમાં બે યુવકને હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. સરથાણાના 33 વર્ષીય અંકુર વઘાસીયાનું ઓફિસમાં જ મોત થયુ હતુ, ઓફિસમાં અંકુરને ઓચિંતો છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદમાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં જહાંગીરાબાદમાં 40 વર્ષીય ચિંતન ઠક્કરનું ઉલટી બાદ મોત થયુ હતુ. ચિંતનને પણ ઓચિંતી તબિયત લથડી હતી અને ઉલટી બાદ બેભાન થઈ ઢળી પડ્યો હતો. જોકે, હાર્ટ એટેકના કિસ્સામાં આ યુવાનો સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યા હતા.
હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું ?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.
Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત