Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત

Continues below advertisement

Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત

 રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવા કિસ્સા સતત વધી રહ્યાં છે, સુરતમાં આજે એક સાથે બે યુવાનો મોતને ભેટ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, શહેરના સરથાણા અને જહાંગીરપુરામાં હાર્ટ એટેક આવ્યા બાદ બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતોના આંકડા સતત વધી રહ્યાં છે. સુરતમાં નાની વયે યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે, આજે શહેરના બે વિસ્તારમાં હાર્ટ એટેકથી મોતના કેસ સામે આવ્યા છે. સરથાણા અને જહાંગીરાબાદમાં બે યુવકને હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. માહિતી પ્રમાણે, સરથાણાના 33 વર્ષીય અંકુર વઘાસીયાનું ઓફિસમાં જ મોત થયુ હતુ, ઓફિસમાં અંકુરને ઓચિંતો છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદમાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram